જાણો એવા ઠંડા શહેર વિશે કે જયાં રહેવું જાણે કે લાગે છે કે ફ્રિજરની અંદર જિંદગી…..

January 18, 2019 at 8:40 pm


આ છે એવું શહેર કે જયાં વર્ષના 270 દિવસ બરફ જામેલો રહે છે, બે મહિના સુધી નથી દેખાતો સૂરજ, રુસ ના સાઇબિરિયાના એક શહેરમાં નૉરિલ્સ્કને દુનિયાનું સૌથી ઠંડુ શહેર કહેવામાં આવે છે. રિપોર્ટના આધારે અહીંના રહેનારા લોકોને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સૂરજ તો જોવા જ નથી મળતો. જેને લીધે ઘણા લોકો ડિપ્રેશન જેવી બીમારીઓનો શિકાર પણ થઈ જાય છે, જેને ‘પોલર નાઈટ સિન્ડ્રોમ’ ના નામથી જાણવામાં આવે છે.અહીં 365 માંથી 270 દિવસ બરફ જામેલો રહે છે અને કડકડતી ઠંડીની સાથે તાપમાન માઇન્સ 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જો કે સામાન્ય દિવસોમાં પણ આ શહેરનું તાપમાન માઇન્સ 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહે છે. નૉરિલ્સ્કની કુલ જનસંખ્યા 1 લાખ 75 હજાર છે.અમુક રિર્સચર્સના અનુસાર નૉરિલ્સ્કમાં માત્ર 270 દિવસ જ બરફ નથી રહેતી પણ સાથે જ દરેક ત્રીજા દિવસે અહીંના લોકોને બરફીલા તુફાનોનો સામનો પણ કરવો પડે છે.આ શહેર રાજધાની મૉસ્કોથી લગભગ 2900 કિમી દૂર આવેલું છે. આ સ્થાન બાકીના દેશથી એવી રીતે અલગ થયેલું છે કે અહીં જાવા માટે રસ્તાની સુવિધા જ નથી, માત્ર વિમાન કે હોડી દ્વારા જ અહીં પહોંચી શકાય છે. આજ કારણ છે કે આટલી બધી ચુનૌતીઓ હોવાછતાં પણ અહીં લોકો સારી રીતે જીવન જીવી રહ્યા છે.

વધુમાં અહીં ઠઁડી ભરપુર હોવાથી પ્રદુષણની સમસ્યા પણ વધુ રહે છે ત્યારે પણ લોકો શહેરમાં શાંતિ અનુભવી જીવન વિતાવે છે.

Comments

comments

VOTING POLL