જાણો, કેવી રીતે લોકો બને છે ડાયાબિટિશની સમસ્યાના શિકાર

January 2, 2019 at 1:36 pm


આજકાલના જમાનામાં લોક ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યા છે. તેમને પોતાના માટે બિલકુલ સમય નથી. વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાન પાન વ્યક્તિને કેટલાય રોગોની ભેટ આપે છે. આ રોગોમાંથી ડાયાબિટીસની સમસ્યા તમને દરેક ઘરમાં જોવા જરૂર મળશે. મોટાભાગના લોકોનું એવું જ માનવું છે કે ગળ્યું ખાવાના કારણે ડાયાબિટીસ થાય છે. પરંતુ એકલું ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થવાની શકયતા ખૂબ જ ઓછી છે. જો તમે આ ચાર કારણોથી ટેવાયેલા છો તો તમને પણ ડાયાબિટીસ થઈ શકે છે, તો આજે જ જાણી લો કે કયા કારણોથી થાય છે ડાયાબિટિસ.જે લોકોનું નોર્મલ બ્લડ સુગર છે. તે જરૂર સ્વીટ ખાઈ શકે છે. મોટાભાગના ડાયાબિટીસના દર્દી સ્વીટ બિલકુલ નથી ખાતાને કોઈ તો એવા પણ છે કે જેમને સ્વીટ બિલકુલ પસંદ નથી. તો પણ તેવા લોકો ડાયાબિટિસનો શિકાર બની ચૂક્યા છે. ખરેખર તો ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ ઇન્સ્યુલીનની ઉણપ જ હોય છે. સ્વીટ ખાવાનો કોઈ મતલબ નથી. ડોક્ટરની સલાહ લઈને તે જરૂરથી સ્વીટ ખાઈ શકે છે. સાથેસાથે જો તમે મીંઠું ખાવાનું પસંદ કરો છો તો સુગર ફ્રી વાળું પણ તમે ખાઈ શકો છો.જે વ્યક્તિ પૂરતી નીંદર નથી લેતા એ વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે, આથી પુરતી નિંદર લેવી આવશ્યક છે.મોટાપા એ ડાયાબિટીસને આમંત્રણ આપે છે. વધારે પડતું જંક ફૂડનું સેવન અને વધારે પડતું વજન ડાયાબીટીસ થવાની શક્યતાને વધારે છે. જો તમે પણ બહારનું ખાવાના શોખીન હોય અને વજન વધારે હોય તો આજે જ ચેતી જજો ને જંક ફૂડ ખાવાનું બિલકુલ ઓછું કરજો.જે વ્યક્તિઓ દિવસભર ઓફિસ પર બેસીને જ વર્ક કર્યા કરે છે ને વ્યાયામ બિલકુલ નથી કરતાં એવા લોકોને 80% ડાયાબિટિશ થવાની શક્યતા વધી જાય છે.

Comments

comments

VOTING POLL