જાતિય સતામણીના કેસમાં રાહુલ જોહરી નિર્દોષ જાહેર

November 21, 2018 at 7:33 pm


બીસીસીઆઈના સીઈઆે રાહુલ જોહરીને આજે કમિટિ આેફ એડમિનિસ્ટ્રેટસૅની ત્રણ સભ્યોની તપાસ પેનલ દ્વારા જાતિય સતામણીના આક્ષેપાેમાંથી નિદોૅષ જાહેર કર્યા હતા. આ પેનલે બે મહિલા દ્વારા મુકવામાં આવેલા આક્ષેપાેને ફગાવી દીધા હતા. પેનલે કહ્યું હતું કે, આક્ષેપાે બનાવટી અને ગેરમાગેૅ દોરનાર હતા. છેલ્લા ત્રણ સપ્તાહથી જોહરીને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા પરંતુ હવે તેઆે ફરીવાર નાેકરી પર પરત ફરી શકશે. અલબત્ત તપાસ કમિટિના એક સભ્ય દ્વારા તેમના માટે ઝેન્ડર સેન્સીવીટી કાઉÂન્સલિંગ માટેની ભલામણ કરી હતી. બે સભ્યોની કમિટિ આ મુદ્દાને લઇને વિભાજિત દેખાઈ હતી. ચેરમેન વિનાેદ રાયે જોહરી પરત ફરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ડાયના ઇન્ડુલજીએ કેટલીક ભલામણોના આધાર પર તેમના રાજીનામાની માંગ કરી હતી જેમાં કાઉÂન્સલિંગનાે સમાવેશ થાય છે. તપાસ સમિતિના વડા જસ્ટિસ(નિવૃત) રાકેશ શમાૅએ પાેતાના તારણોમાં કહ્યું હતું કે, જાતિય સતામણીના આક્ષેપાે આધારવગરના અને ખોટા છે. સાથે સાથે ઉપજાવી કાઢેલા છે. આના કારણે નુકસાન થઇ રહ્યું છે. ત્રણ સÇયોની પેનલમાં દિલ્હીના ભૂતપૂર્વ મહિલા પંચના અધ્યક્ષ બરખાિંસહ અને વીણા ગાૈડા પણ છે. જોહરી પર આક્ષેપ થયા બાદ ખળભળાટ મચી ગયો હતાે. મી ટુની ઝુંબેશ ઉપર તેમના ઉપર પણ આક્ષેપ કરાયો હતાે. કમિટિની રચના 25મી આેક્ટોબરે કરવામાં આવી હતી અને તેને તપાસ પૂર્ણ કરવા 15 દિવસનાે સમય આપવામાં આવ્યો હતાે. તેનાે અહેવાલ સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવનાર છે. ઇન્ડુલજીએ કહ્યું છે કે, આજે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવે તે યોગ્ય નથી. અÇયાસ કરવા માટે વધુ સમય આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. બંને મહિલાઆેએ ગંભીર પ્રકારના આક્ષેપાે કર્યા હતા.

Comments

comments