જાન્હવી કપુર નવી ફિલ્મમાં પાયલોટના રોલમાં ચમકશે

September 7, 2018 at 6:27 pm


પાેતાની ડેબ્યુ ફિલ્મ ધડક બાેક્સ આેફિસ પર સરેરાશ રહ્યાા બાદ પણ જાન્હવી કપુરને નવી નવી ફિલ્મોની આેફર આવી રહી છે. તેની પાસે સારી અને મોટા બેનરની ફિલ્મ આવી રહી છે. સ્ટાર કિડ્સ હોવાનાે લાભ તેને મળી રહ્યાાે છે. હવે તે કરણ જોહરની વધુ એક ફિલ્મમાં કામ કરવા માટે જઇ રહી છે. તેના ફેન ફોલોવિંગમાં હવે વધારે થઇ રહ્યાાે છે. ધડક ફિલ્મ અપેક્ષા મુજબની સફળતા હાંસલ કરી શકી ન હતી. ધડક રજૂ કરવામાં આવ્યાના એક મહિના બાદ તેને કરણ જોહરની ફિલ્મ તખ્ત મળી ગઇ હતી. આ ફિલ્મમાં મોટા સ્ટાર કામ કરી રહ્યાા છે. મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવા માટે કરણ જોહર જાણીતા રહ્યાા છે. હવે એવા હેવાલ આવ્યા છે કે કરણ જોહર નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યાા છે જેમાં જાન્હવી કપુર પાયલોટના રોલમાં નજરે પડનાર છે. રિપાેટ્સૅમાં કહેવામાં આવ્યુ છે કે આ ફિલ્મમાં જાન્હવી ઇન્ડિયન એરફોસૅની પહેલી મહિલા પાયલોટ ગુજન સક્સેનાની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મ કરણ જોહરના ધમાૅ પ્રાેડક્શન બેનર હેઠળ તૈયાર કરવામાં આવનાર છે. પાેતાની ભૂમિકાને ન્યાય આપવા માટે જાન્હવી લાગી ગઇ છે. તે જરૂરી ટ્રેિંનગ પણ લઇ રહી છે. હાલમાં જ જાન્હવી અને ગુજનનાે એક ફોટો પણ વાયરલ થયો છે. ગુજન ભારતીય હવાઇ દળની સાહસી પાયલોટ તરીકે રહી છે. તેની ભૂમિકા કરીને જાન્હવી ગર્વ અનુભવ કરી રહી છે. તેની પ્રથમ ફિલ્મને સફળતા ન મળ્યા બાદ તે નવા રોલને લઇને આશાવાદી છે. કરણ જોહર જાન્હવી કપુરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. આ જ કારણસર મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં પણ તેને રોલ આપવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. વિતેલા વષોૅની સ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી પાસેથી ચાહકો શાનદાર એિંક્ટગની આશા રાખે છે.

Comments

comments

VOTING POLL