જાપાનમાં 6.7નો ભૂકંપ એકનું મોતઃ 120 ઘાયલ

September 6, 2018 at 10:41 am


જાપાનમાં સમુદ્રના તોફાને હાહાકાર મચાવી દીધો છે અને ગઈરાત્રે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવતાં એક વ્યિક્તનું મૃત્યુ થયું છે અને 32થી વધુ લોકો લાપત્તા છે.
જાપાનના ઉત્તરિય ખંડ હોકાઈડોમાં ભૂકંપ આવતાં ભૂપ્રપાત થયો હતો અને કેટલીક ઈમારતો પડી ગઈ છે. ભૂપ્રપાત બાદ 32થી વધુ લોકો લાપત્તા છે.
ભૂકંપમાં 120થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાપાનની સત્તાવાર સમાચાર સંસ્થાએ જણાવ્યું છે. ટાપુ પર એક ડઝનથી વધુ સ્થળો પર ભૂપ્રપાત થયા છે.
માર્ગો બંધ પડી ગયા છે અને 120થી વધુ લોકો ઘાયલ થતાં એમને દવાખાને ખસેડાયા છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
સારવાર દરમિયાન એક વ્યિક્તનું મૃત્યુ થયું છે. ભૂકંપની માત્રા 6.7 ડિગ્રી હોવાથી અનેક મકાનોમાં નુકસાની થઈ છે. બચાવ-રાહત કાર્ય પુરજોશમાં છે.

Comments

comments

VOTING POLL