જામકંડોરણમાં જલારામ જયંતીની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરાશે

November 2, 2019 at 11:01 am


Spread the love

જામકંડોરણામા જલારામ સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા મહાજન ટ્રસ્ટ અને લોહાણા યુવક મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 220મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે રવિવારે સાંજે 4 કલાકે જલારામ મંદિરે અન્નકુટ દર્શન, સાંજે 6 કલાકે લોહાણા મહાજનવાડીમાં મહાપ્રસાદ, રાત્રે 9 કલાકે જલારામ મંદિરે મહાઆરતી તેમજ બપોરના 3 કલાકે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આ શોભાયાત્રા બપોરના 3 કલાકે જલારામ મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી જલારામ મંદિરે પૂર્ણ થશે.