જામખંભાળીયામાં એમપીની ચોર ગેંગ ઝડપાઇ

February 5, 2018 at 2:02 pm


Spread the love

ખંભાળીયા પોલીસે ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશની એક ગેંગને પકડી પાડી હાથ ધરેલી કડક પુછપરછમાં આરાધનાધામ પાસે તાજેતરમાં થયેલી દુકાનોની ચોરીઆે સહિતની કેટલીક ચોરીની કબુલાત કરાવી છે, આ ગેંગ કેટલા સમયથી જામનગર જીલ્લામાં સqક્રય હતી, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કયાં કયાં ચોરીઆે કરી છે અને બીજા કયા ગુન્હા આચર્યા છે તે સબંધે કડક પુછપરછ હાથ ધરવામાં આવી છે.

મધ્યપ્રદેશના આ ચારેય શખ્સો કોટા ગામની સીમમાં ચોરી કરવા ત્રાટકયા હતા અને ઉઠાંતરી પણ કરી હતી ત્યારબાદ ચોકકસ બાતમીના આધારે પોલીસે તમામને ઝડપી લીધા છે. આ ઘટના સબંધે ખંભાળીયા પોલીસે આપેલી વિગતો મુજબ પો. અધિક્ષક રોહન આનંદ તથા ના.પો. અધિક્ષક જે.એચ. ઝાલા, ખંભાળીયા ડીવીઝન નાઆેની સુચના અને માર્ગદર્શન મુજબ ઘરફોડ ચોરીના ગુન્હાઆે શોધી કાઢવા સુચના આપેલ હોય અને ખંભાળીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. પી.બી. ગઢવી તથા સ્ટાફના પો. હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા બોધાભાઇ મેરામણભાઇ કેશરીયા તથા પ્રવિણભાઇ કેશુરભાઇ ગોજીયા તથા પો.કો. સામતભાઇ પબુભાઇ ગઢવી, પો.કો. રત્નાભાઇ કરશનભાઇ કોડીયાતર, પો.કો. સહદેવસિંહ નાથુભા જાડેજા, પો.કો. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, પો.કો. સુર્યદાન આલાભાઇ ગઢવી સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રાેલીગમાં હતા, તે દરમ્યાન પો. હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પો. કોન્સ. રત્નાભાઇ કરશનભાઇ કોડીયાતરને ખાનગી બાતમી રાહે.

મળેલ હકીકત આધારે કોટા ગામની સીમમાં આવેલ રામદે ગાધેરની વાડીમાંથી ખંભાળીયા પો.સ્ટે. ઇ.પી.કો. કલમ-457, 380 ના કામના આરોપીઆે શેરૂ નજરૂ મેહડા જાતે આદીવાસી (ઉ.વ. ર3), ધંધોઃ મજુરી રહે. નાહાવેલ ગામ તા.કુકસી, જી. જાંબવા (એમ.પી.) તથા રાજુ ટુટા ડાવર, કમલેશ સબુ ભાભર, દિત્યા જ્ઞાનસિંહ ડાવર, હાલ રહે બધા કોટા ગામની સીમ રામદેવભાઇ ગાધેરની વાડીમાં ખંભાળીયા વાળાઆેને ચોરી કરેલ એક બી.પી. એલ. કંપનીનું ટી.વી. તથા પરચુરણ માલસામાન કુલ કી. રૂા. 9510 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હોય તેમજ ઉપરોક્ત ચારેય આરોપીઆેએ આજથી સાતેક દિવસ પહેલા આરાધના ધામ પાસે આવેલ દુકાનોમાં કરેલ ચોરીઆે કબુલાત આપતા હોય અને દુકાનોમાંથી ચોરી કરેલ પરચુરણ ચીલર/રોકડ રકમ રૂા. 11458 પણ ખંભાળીયા પોલીસે શંક પડતી મિલ્કત તરીકે કબજે કરેલ છે તેમજ પકડાયેલ ચારેય આરોપીઆેને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.