જામજોધપુર કાેંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ન આવેદનપત્ર અપાયું

September 6, 2018 at 11:26 am


જામજોધપુર કાેંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોની પરિસ્થિતિ હાલ દયનિય છે. હાલની સરકારનું વલણ પણ ખેડૂત વિરોધી હોય જ્યારે સરકાર દ્વારા આઝાદ ભારતમાં લોકશાહીઢબે ચલાવાતા આંદોલન કરવાનો દરેક નાગરિકને અધિકાર છે પણ છેલ્લા વર્ષોમાં રાજ્યમાં સંવેદનહિનતાના કારણે સમસ્યાઆે વધી રહી છે તેનો વિરોધ કરવા સામાજિક સંગઠનોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. રાજ્ય સરકાર દ્વારા યેનકેન પ્રકારે આંદોલન ડામી દેવામાં આવે છે. રાજ્યમાં શિક્ષણનું વેપારીકરણ, કૃષિ ઉપજમાં પોષણક્ષમ ભાવોનો અભાવ તેમજ બેરોજગારીમાં ઢસડાતી યુવાધન વગેરે બાબતે કાેંગ્રેસ દ્વારા તાલુકા કાેંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખની આગેવાનીમાં મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Comments

comments