જામજોધપુર: ગાયત્રી પરિવાર ગીંગણી દ્રારા તંત્રને સહયોગ: ૮૦૦ ફૂડ પેકેટ તૈયારી કરાયા

June 15, 2019 at 10:44 am


Spread the love

જામજોધપુર તાલુકાના ૧૯ ગામોમાં વાડી વિસ્તાર તથા કાચા મકાનોમાં રહેતા આશરે ૧૨૩૦ લોકોને તા.૧૨ થી ૧૩ના રોજ સંભવિત વાયુ વાવાઝોડાની આફતના સમયે તાલુકા પંચાયતના પ્રમુખ ધાનાભાઈ બેરા, ઉપપ્રમુખ સંજનાબેન પરમાર, કારોબારી અધ્યક્ષ મનોજભાઈ ભડાણીયા, તાલુકા પંચાયતના તમામ સદસ્યો મારફત સ્થળાંતર કરેલ લોકો માટે ૩૪૦૦ ફડ પેકેટ તૈયાર કરાવી બે દિવસ માટેના ભોજન વ્યવસ્થા માટે વિતરણ કરવામાં આવ્યું છે.
આ ભગીરથ કાર્ય માટે વધારામાં શ્રીરામ શર્મા આચાર્ય પ્રેરીત ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગીંગણી દ્રારા પણ ૮૦૦ ફડ પેકેટનો સહયોગ મળેલ જે ખરેખર પ્રશંસનીય છે.

વાયુ વાવાઝોડાના આફતના સમયે તાલુકા વહીવટી તંત્રના તાલુકા વિકાસ અધિકારી કે.વી.દવે તેમજ મામલતદાર ડી.એન.કાછડ દ્રારા માર્ગદર્શન અને સુચારૂ વ્યવસ્થા ગોઠવી તાલુકા પંચાયતના તમામ સ્ટાફ રાત દિવસ જોયા વગર તેમજ તાલુકાના તલાટી કમ મંત્રીઓએ સતત ગામડે રહીને અસરગ્રસ્ત લોકો માટે પ્રસંશનીય કામગીરી બજાવવામાં આવી છે.