જામજોધપુર ટાઉન 1 વિસ્તારમાં વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ

April 25, 2019 at 10:57 am


જામજોધપુર ટાઉન 1માં વીજ ધાંધિયાના કારણે ભર ઉનાળે પ્રજા પરેશાન થાય છે. જામજોધપુર વિસ્તારમાં ટાઉન 1માં આવેલ સ્ટેશપ્લોટ, ઉમિયાનગર, ક્રિષ્ના પાર્ક, તિપતી સોસાયટી વિસ્તારમાં અઠવાડિયામાં 3થી 4 વાર સવારે 9થી ત્રણ ચાર કલાક લાઈટ કાપી નાખે છે. આ અંગે બ રહેવાસીઓ દ્વારા રજૂઆત કરતા અધિકારી દ્વારા એવું જણાવેલ કે ટાઉન 1 એ ડેવલોપિંગવાળો વિસ્તાર હોય જેથી લાઈટનો પ્રશ્ર્ન રહેશે જયારે ટાઉન-2માં આ અંગે પુછતા ત્યાં લાઈટ રેગ્યુલર આપવામાં આવશે. તો આવી ભેદભાવવાળી નીતિ પીજીવીસીએલ કચેરી દ્વારા કેમ રાખવામા આવે છે.

Comments

comments

VOTING POLL