જામજોધપુર તા.પં.ના બે સભ્યોની હકાલપટીથી ભાજપને ફટકોઃ રાજકારણ ગરમાયું

September 11, 2018 at 12:42 pm


જામજોધપુર તાલુકા પંચાયતના બે સભ્યો આશરે અઢી માસ પહેલા જામજોધપુર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાણેજ કાેંગ્રેસના આ બે સભ્યોએ ભાજપને ટેકો જાહેર કરતા, ભાજપએ તાલુકા પંચાયત કાેંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.

વિગત મુજબ જામજોધપુર તાલુકા પંચાયતના કાેંગ્રેસના બે સભ્યોએ જે તે સમયે પોતાના રાજીનામા મંજુર કરાતા આ બાબતે વિવાદ ઉભો કરી તેમણે રાજીનામા આપ્યા નથી તેમની બોગસ સહીનો ઉપયોગ થયો હોવા અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેન કાલરિયા સામે ફરિયાદ કરવામાં આવેલ અને ગાંધીનગર વિકાસ કમિñર પાસે સભ્યપદ ચાલુ રાખવા સ્ટે મેળવ્યો હતો પરંતુ વિકાસ કમિñરમાં કેસ ચાલી જતા બાકી સભ્યો પર સ્ટે ઉઠાવી લઇ રાજીનામા અરજી ગ્રાü રાખી બન્ને સભ્યોની સભ્ય પદેથી હકાલપટ્ટી કરવાનો હુકમ થતાં દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જતા જામજોધપુરના મેલા રાજકારણનો પદાર્ફાશ થયો છે. જામજોધપુર તાલુકા પંચાયતના તત્કાલીન પ્રમુખ પ્રતિભાબેન કાલરિયા વિરૂધ્ધ તાલુકા પંચાયતના જ સભ્ય મંછાબેન બાબરીયા અને ગોવિંદભાઇ વારંગીયાએ પોલીસ સ્ટેશજન જામજોધપુરમાં ફરિયાદ નાેંઘાવી હતી કે તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીપદ અને બન્ને સભ્યો મતદાન કરી શકાયે તે માટે અમારા લેટરપેડ બનાવી ને રાજીનામા મંજુર કરી લેવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ અને જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલસરિયાના માતા પ્રતિભાબેન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ થયેલ દરમિયાન જામજોધપુર તાલુકા પંચાયતના સભ્યો મરઘાબેન તથા ગોવિંદભાઇ ગાંધીનગર વિકાસ કમિñરને અરજી કરી સ્ટે મેળવી પ્રમુખ-ઉપપ્રમુખનસ ચૂંટણીમાં મતદાન કરેલ પરંતુ સમગ્ર પ્રકરણ ગાંધીનગર વિકાસ કમિñરમાં ચાલી જતાં, જામજોધપુર તાલુકા પંચાયતના સભ્યોની સ્ટે ઉઠાવી લેવામાં આવેલ અને રાજીનામામાં અસલી સહી હોય બન્ને સભ્યોના રાજીનામા મંજુર કરી તાત્કાલીક સભ્યપદેથી દુર કરવા પ્રતિક્રિયા આપતા જણાવેલ કે ભાજપની સત્તા મેળવવાની મેલી મુરાદ પ્રજા સામે ઉભી થઇ છે અને સભ્યોનો વિજય થયો છે.

Comments

comments

VOTING POLL