જામજોધપુર નજીક શરાબની હેરાફેરી કરતા બે શખ્સ ગીરફતાર

June 30, 2018 at 11:58 am


જામજોધપુરના નાળીયેરી નેસ પાટણ પાટીયા પાસે બે શખ્સને નંબર વીનાના મોટરસાયકલમાં ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની નવ બોટલ લઇને નીકળતા દબોચી લીધા હતા.

પોરબંદરના કુતીયાણા તાલુકાના ટીબીનેસમાં રહેતા બાબુ કાના સામળા અને બોધા રામા સામળા નામના બે રબારી શખ્સને સીડી ડીલકસ નંબર પ્લેટ વીનાના મોટરસાયકલમાં અંગ્રેજી શરાબની નવ બોટલ કિ. 4500 ની લઇને ગઇકાલે જામજોધપુરના નાળીયેરી પાટીયા વિસ્તારમાંથી નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધા હતા.

દારૂના જથ્થા અંગે બંનેની પુછપરછ કરાઇ હતી, જામજોધપુર પોલીસમાં પ્રાેહી. મુજબ ફરીયાદ દાખલ કરીને તપાસને આગળ વધારી હતી.

Comments

comments

VOTING POLL