જામનગરઃ લાખોટા તળાવમાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો આપઘાત

December 2, 2019 at 12:06 pm


Spread the love

જામનગરના મીગ કોલોની શાકમાર્કેટ પાસેના લાખોટા તળાવમાં ગઇકાલે રાત્રીના એક પ્રેમીપંખીડાએ ઝંપલાવ્યુ હતું, દરમ્éાનમાં ફાયર બ્રિગેડની ટુકડીએ તાકીદે ત્યાં દોડી જઇ પાણીમાંથી પ્રથમ યુવતીનો અને થાેડાવાર પછી યુવકનો મૃતદેહ બહાર કાઢીને હોસ્પીટલ મોકલી આપવાની કાર્યવાહી કરી હતી, બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા, બીજી બાજુ બંનેની આેળખ થઇ હતી, બનાવના કારણે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
જામનગરના મીગકોલોની શાકમાર્કેટ નજીકના પાછલા તળાવમાં ગઇકાલે રાત્રીના 8-25 કલાકે પાણીમાં કોઇ પડયુ હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને કરવામાં આવ્યો હતો, તાકીદે ફાયરની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને પાણીમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢયો હતો અને થાેડીવાર પછી યુવકનો મુતદેહ પાણીમાંથીબ બહાર કાઢયો હતો.
પ્રેમીપંખીડાએ પાણીમાં ઝંપલાવ્યાનું બહાર આવતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા, પોલીસટુકડી તપાસ માટે દોડી આવી હતી, દરમ્યાન બંનેની આેળખ થઇ હતી, જેમાં મરનાર દિ.પ્લોટ-45, ગણેશફળીમાં રહેતા કુલદીપ છગનભાઇ પરમાર (ઉ.વ.19) અને ગણેશફળીમાં રહેતી ભુમીબેન હેમતભાઇ મકવાણા (ઉ.વ.14) હોવાનું ખુલ્યુ હતું.
મરણજનાર બંનેને પ્રેમસબંધ હોવાથી તળાવમાં સજોડે પડીને આત્મહત્યા કરી લીધી હતી, આ બનાવ અંગે ગણેશફળીમાં રહેતા શની ભીખુભાઇ મકવાણા દ્વારા સીટી-એ પોલીસમાં જાણ કરવામાં આવી હતી, પ્રેમી યુગલે આપઘાત કરી લેતા અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. સમાજમાં એક નહી થઇ શકે તેવું લાગતા પ્રેમી યુગલે આપઘાત કરતા હોવાના કિસ્સા વધી ગયા છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.