જામનગરના દરબારગઢ, પટેલકોલોની અને સાતરસ્તા વિસ્તારોમાંથી રૂા.11.34 લાખની વિજ ચોરી ઝડપાઇ

May 23, 2018 at 1:31 pm


જામનગર પીજીવીસીએલ દ્વારા શહેરના દરબારગઢ, પટેલકોલોની અને સાતરસ્તા સબ સ્ટેશન વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા કોર્પોરેટ ચેકીગમાં 678 વિજ ધારકોને ત્éાં ચેકીગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 111 વિજ ધારકોને ત્યાંથી રૂા.11.34 લાખની વિજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.

જામનગર વિજ કંપની દ્વારા શહેરના 3 સબસ્ટેશન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી વિજ ચેકીગની કામગીરી દરમ્યાન કુલ 678 વિજ ધારકોને ત્યાં વિજ ચોરી અંગે સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી વિજ કંપનીની 39 ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી. ચેકીગની આ કામગીરી દરમ્યાન 24 સ્થાનિક પોલીસ અને 20 એકસ આર્મીમેન તેમજ 3 વિડીયોગ્રાફરોને સાથે રાખવામાં આવ્યા હતાં.

વિજ કંપનીની ટીમોએ ગઇકાલ સાંજ સુધી હાથ ધરેલી ચેકીગની કામગીરી દરમ્યાન 111 સ્થળો પરથી વિજ ચોરી ઝડપી લીધી હતી અને આ તમામ વિજ ધારકોને રૂા.31.34 લાખના વિજ ચોરીના બીલો ફટકારવામાં આવ્યા હતાં. વિજ કંપનીની કોર્પોરેટ ડ્રાઇવમાં લાખો રૂપિયાની ઝડપવામાં આવતી વિજ ચોરીનું પ્રમાણ ધીમે-ધીમે ઘટી રહ્યું હોવાનું વિજ કંપનીની કામગીરી પરથી ફલીત થાય છે.

Comments

comments

VOTING POLL