જામનગરના મેમણ વેપારીનું કારમાં અપહરણ કરી ૬૧.૭૦ લાખનું ચિટીંગ

April 18, 2019 at 4:53 pm


જામનગરના મેમણ વેપારીને જુની ચલણી નોટના બદલમાં નવી નોટમાં તગડુ કમિશન મળશે તેવો ભરોસો આપીને કારમાં અપહરણ કરી રાજકોટ, ચોટીલા, જુનાગઢ તરફ લઇ જઇને ૬૧.૭૦ લાખની રકમ પડાવી લઇ વિશ્ર્વાસઘાત કર્યાનું બહાર આવતા આ અંગે જામનગર, બિલખા, જુનાગઢના શખ્સો અને બે અજાણી મહિલા સહિતની ટોળકી સામે વિધિવત ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આશરે ૨૨ દિવસ પહેલા બનેલા આ બનાવ અંગે થયેલી ફરીયાદની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. આરોપીઓએ અગાઉથી ગુનાહીત કાવતરૂ ઘડીને વેપારીને શિકાર બનાવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચિટર ટોળકી પોલીસના સકંજામાં આવ્યા બાદ ચોંકાવનારી વિગતો ખુલવાની શકયતા છે.

જામનગરના પાંચહાટડીમાં ચાર રસ્તા પાસે રહેતા હત્પસેન રજાકભાઇ કાસ (ઉ.વ.૪૨) નામના મેમણ વેપારીએ ગઇકાલે સીટી–સી માં ગોકુલનગરના આશાપુરા ચોકડી પાસે આવેલી રાજરાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતા હરીશ ગીરધર નંદા, ચિરાગ હરીશ નંદા, સલીમ રે. બીલખાવાળો, મુન્ના ઇબ્રાહીમ ચંદાણી રે. જુનાગઢ, બે અજાણી મહિલા તથા ફોરવ્હીલ કારનો ડ્રાઇવર અને તપાસમાં જે ખુલે તે તમામ સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૩૬૫, ૧૨૦(બી) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૨૮–૩–૧૯ સાંજના સુમારે ગોકુલનગરમાં રાજરાજેશ્ર્વરી સોસાયટીમાં બનેલા આ બનાવની ફરીયાદમાં આપેલી વિગતો અનુસાર ઉપરોકત આરોપીઓએ અગાઉથી ગુનહીત કાવતરૂ કરી હત્પસેનભાઇને વિશ્ર્વાસ અને ભરોસો આપ્યો હતો

Comments

comments

VOTING POLL