જામનગરના વોર્ડ નં. પ ના જાગૃત નાગરીકો સ્વચ્છતાના મામલે સજાગ છેઃ હકુભા જાડેજા

January 16, 2019 at 11:24 am


સ્વચ્છ જામનગર, સ્વસ્થ જામનગરના સુત્ર સાથે જામનગર 78 ઉતરના ધારાસભ્ય ધર્મેન્Üસિંહ મેરુભા જાડેજા(હકુભા)એ તેમની ગ્રાન્ટમાંથી શહેરના દરેક વોર્ડના નાગરીકોને ડસ્ટબીન વિતરણની હાથ ધરેલી અનેરી કામગીરીની સાથે સ્વચ્છતામાં શહેરમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરેલ તેવા ઉદેશ સાથે વોર્ડનં.પના નાગરીકો માટે લોક સંવાદ અને ડસ્ટબીન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મેયર, ચેરમેન સહિતના મહાનુભાવોએ હાજરી આપી આ કામગીરીને બીરદાવી હતી જયારે ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આ વોર્ડના દરેક નાગરીકોને સ્વચ્છતા રાખવાની અપીલ કરી વડા પ્રધાનના ઉદેશ સાથે સિધ્ધ કરવા અનુરોધ ક્ર્યો હતો. વધુમાં હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે આ વોર્ડમાં દરેક સમાજના લોકો સ્વચ્છતા રાખી રહયાં છે અને આગામી દિવસોમાં સંપુર્ણ વોર્ડ સ્વચ્છતાના મામલે અગ્રતાનું સ્થાન પ્રાપ્ત કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં આ વોર્ડના દરેક નાગરીકોને ડસ્ટબીન વિતરણ કરવાની સાથાે સાથ લોકોને નાની મોટી સમશ્યા દુર કરવા હંમેશા તત્પર હોવાની ભાવના પણ તેઆેએ વ્યક્ત કરી હતી.

જામનગરમાં સતત 6 વષ્ાર્થી અવિરત કરવામાં આવતા વિકાસ કામોની સાથાે સાથ શહેર સંપુર્ણ પણે સ્વચ્છ રહે તે માટે ડસ્ટબીન વિતરણ કાર્ય આરંભવામાં આવ્યું છે આ અભિયાન અંર્તગત 78-જામનગર ઉતર વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નં.પના વિસ્તાર કાર્યક્તાર્ અને સ્થાનીક આગેવાનોને તેમના વોર્ડમાં લોક સંવાદ તથા ડસ્ટબીન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ ઉપસ્થીત મહાનુભાવો, કોર્પોરેટર અને મોટી સંખ્યામાં હાજર રહેલા સ્થાનીક નાગરીકોને જણાવ્યું હતું કે દર વષ્ાર્ની જેમ વોર્ડનં.પમાં વિકાસ કામોની પરંપરા આરંભવાનો અભિગમ ચાલુ રાખ્યો છે ખોડીયાર કોલોની, પંચવટી, શરુ સેકશન રોડ, પેલેસ રોડ, નિલકમલ સોસાયટી, અશોક સમ્રાટનગર, ગણપતનગર સહિતના તમામ વિસ્તારોમાં દરેક પ્રાથમિક સુવિધાના કામો શહેરના વિકાસની સાથાે-સાથ થાય તેવા સંકલ્પ મારો રહયો છે. વધુમાં કહયું હતું કે તમારા વિસ્તારના કોર્પોરેટરો પણ વિકાસ કામોમાં હાથ ધરાવામાં આવ્યાં તેનો પ્રત્યક્ષ્ા અનુભવ તેઆેએ અને આ વોર્ડના રહેવાસીઆેએ ક્ર્યો છે.

હાલાર રજપુત સમાજની વાડીમાં યોજાયેલા લોક સંવાદ અને ડસ્ટબીન વિતરણ કાર્યક્રમમાં મોટી સંખયામાં ઉપસ્થીત નાગરીકોને સંબોધતા હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે દરેક લોકોના પ્રïનનો નિરાકરણ કરવું અને લોકોને દરેક સમશ્યા હલ કરવી એજ મારો ધ્યેય છે, શહેરીજનોના દરેક પ્રïનો માટે હું સતત ર4 કલાક કાર્યરત રહું છું સાથાે-સાથ મારી આેફીસમાં પણ લોકોના પ્રïનો સાંભળવામાં આવે છે અને મારી આ કાર્ય શૈલીથી દરેક નાગરીકોને પુરતો સંતોષ્ા આપવાની મારી નેમ છે. વોર્ડનં.પમાં ચાલુ વષ્ાર્ દરમ્યાન રુા.1,01,70,000/-(એક કરોડ એક લાખ સિંતેર હજાર)ના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યાં હતા અને આગામી દિવસોમાં લોકોની સુવિધા માટેના વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે તેમ ધારાસભ્ય હકુભા જાડેજાએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થીત રહેલા શહેરના પ્રથમ નાગરીક એવા મેયર હસમુખભાઈ જેઠવાએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા અવિરત 6ઠા વષ્ાર્ે પણ લોક સંવાદના કાર્યક્રમો યોજી પ્રજાના દરેક પ્રïનનો ઉકેલ લાવ્યો છે. જયારે જામનગર મહાનગરપાલીકા ડે.મેયર કરશનભાઈ કરમુરએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનના ઉદેશને સંપુર્ણ સાકર કરવા ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા દરેક વોર્ડમાં ડસ્ટબીન વિતરણના કાર્યક્રમો યોજી શહેરને સંપુર્ણ સ્વચ્છ બનાવાનો ઉમદા ધ્યેય સિધ્ધ કરી રહયાં છે જે ખુબ જ પ્રસંસનીય કામગીરી ગણાવી શકાય. જયારે કોર્પોરેટર ડીમ્પલબેન રાવલે ધારાસભ્ય હકુભા જાડેજાની લોક સંવાદ અને ડસ્ટબીન વિતરણના કાર્યને બીરદાવ્યું હતું અને કોર્પોરેટર બીનાબેન કોઠારીએ શહેર સ્વચ્છતામાં અગ્રેસર રહે તે માટે ધારાસભ્ય હકુભા જાડેજાએ આરંભેલી કામગીરીને ખુબ જ પ્રસંસનીય ગણાવી હતી.

આ લોક્સંવાદ તથા ડસ્ટબીન વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્Üસિંહ મેરુભા જાડેજા(હકુભા) સાથે મેયર હસમુખભાઈ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમુર, ચેરમેન સુભાષ્ાભાઈ જાેષ્ાી, વોર્ડનં.પના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, બીનાબેન કોઠારી, ડો.વિમલભાઈ કગથરા, મહેન્Üસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, દિપકભાઈ વાછાણી, બિપનભાઈ પટેલ, ગજેન્Üસિંહ રાણા, બળુભા જાડેજા, જેન્તીભાઈ સાવલીયા, રાજુભાઈ ધોકીયા, જીવાભાઈ, ગીરીરાજસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ વાળા, રાજુભાઈ મરાઠી, કિશોરસિંહ જાડેજા, જયુભા જાડેજા, રાજદિપસિંહ જાડેજા, મોહનભાઈ ઘેડીયા, અરુણસિંહ જાડેજા, પ્રાણલાલભાઈ, જયવિરસિંહ જાડેજા, પ્રભાતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, યોગેશભાઈ લીબડ સહીત તમામ સમાજના આગેવાનો અને કાર્યકરો વગેરે આગેવાનો ઉપિસ્થત રહયાં હતા. આ સમગ્ર કાર્યક્રમમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી અને કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા ક્ય¯ુ હતું.

Comments

comments

VOTING POLL