જામનગરના સયુંકત ઉપક્રમે કેન્દ્રીય યુનીયન બજેટ-2018-19 ઉપર ચેમ્બર ખાતે યોજાયેલ પોસ્ટ બજેટ માર્ગદર્શક સેમીનાર

February 14, 2018 at 11:14 am


જામનગર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જામનગર ફેકટરી આેનર્સ એસોસીએશન, જામનગર આેલ ગુજરાત ફેડરેશન આેફ ટેકસ કન્સ્લટન્ટસ, અમદાવાદ તથા ઇન્કમટેકસ પ્રેકટીશ્નર્સ એસોસીએશન, જામનગરના સયુંકત ઉપક્રમે કેન્દ્રીય યુનીયન બજેટ 2018-19 ઉપર પોસ્ટ બજેટ વિïલેષણ બાબત એક માર્ગદર્શક સેમીનાર તા.8-2-18ના રોજ યોજવામાં આવેલ હતો.

આ સેમીનારમાં સંસ્થાના પ્રમુખ તુલસીભાઇ વી. ગજેરાએ સ્વાગત કરતા જણાવેલ કે જામનગર ચેમ્બર તથા સાથી એસોસીએશન સાથે મળી સભ્યઆેને માર્ગદર્શન મળી રહે તે માટે કેન્દ્રીય યુનીયન બજેટ ઉપર પ્રતિવર્ષ માર્ગદર્શક કાર્યક્રમ યોજે છે જે મુજબ કેન્દ્રીય યુનીયન (પોસ્ટ) બજેટના વિïલેષ્ણના કાર્યક્રમનું આયોજન કરેલ, વધુમાં ચેમ્બર પ્રમુખએ જણાવેલ કે નાણામંત્રીએ રજૂ કરેલ, બજેટમાં ઉધોગોને કોઇ રાહત આપેલ નથી, પરંતુ તેની સામે કોઇ નવા કરનું ભારણ પણ આવેલ નથી, તેમ જણાવેલ હતું, અંતમાં બજેટ જોગવાઇઆેની છણાવટ નિષ્ણાંતો દ્વારા સરળ ભાષામાં સમજણ અને માર્ગદર્શન મળશે તે સર્વેને તેમના કરવેરા ભરવા માટે ખુબ જ ઉપયોગી અને ફળદાયી નિવડશે. સેમીનારમાં ઉપસ્થિત આેલ ગુજરાત ફેડરેશન આેફ ટેકસ કન્સલન્ટના પ્રમુખ બકુલભાઇ શાહે તેમના પ્રાષંગીક પ્રવચનમાં આેલ ગુજરાત ફેડરેશન આેફ ટેકસ કન્સલટન્ટ અમદાવાદની પ્રવૃતિઆે અંગે વિશદ છણાવટપૂર્વક માહિતી આપેલ હતી, ભવિષ્યમાં કોઇપણ વિષય ઉપર માર્ગદર્શન જોઇતું હશે તો આવું માર્ગદર્શન તેમના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે, તેવી ખાત્રી આપવામાં આવેલ હતી, ત્યારબાદ ઇન્કમટેકસ પ્રેકટીનર્સ એસોસીએશન પ્રમુખ ઉમેશભાઇ રવાણીએ આજના સેમીનારના આયોજનનો હેતુ જણાવેલ અને તમામ સંસ્થાઆેના સાથ સહકારથી આ સેમીનારનું આયોજન શકય થયેલ છે અને ભવિષ્યમાં આવા સેમીનાર કરતા રહેવા તૈયારી બતાવેલ.

આ સેમિનારમાં ઉપસ્થિત નિષ્ણાંત વકતા પુનિતભાઇ પ્રજાપતિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેમના પ્રવચનમાં જીએસટીમાં ગત જાન્યુઆરી-2018માં મળેલ કાઉિન્સલની બેઠકમાં કરવામાં આવેલ મહત્વના સુધારા જેવા કે યુઝડ કાર ઉપર ભરવાનો થતો જીએસટી, સ્વૈિચ્છક રીતે લીધેલ જીએસટી રજીસ્ટે²શન કેન્સલ કરાવવાની જોગવાઇ, જુના માઇગે્રટ થયેલ નંબર રદ કરવા ફોર્મમાં રજી.29ની મુદતમાં થયેલ વધારો, બાંધકામ ઉપર બિલ્ડરોને સયુંકત ડેવલોપમેન્ટ ઉપર જીએસટીની જોગવાઇઆે તથા ખાસ કરીને ઇ-વે બીલની જોગવાઇઆે વિશે કાયદાની જોગવાઇઆે અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી, ત્યારબાદ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિપકભાઇ રીડાણીએ કેન્દ્રીય બજેટ 2018-19 વિશે છણાવટ કરતા જણાવેલ કે બજેટ દર વર્ષે રજુ થાય છે જે એક સરકારનું વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ છે, આ વર્ષે બજેટમાં સામાજીક ક્ષેત્રે વધુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.કોર્પોરેટ ટેકસમાં શરતોને આધિન પ ટકા ટેકસનો ઘટાડો કરવામાં આવેલ છે, પગારદારોને સ્ટાન્ડર્ડ ડીડકશન ચાલુ કરવામાં આવેલ છે, પરંતુ અન્ય મેડીકલ એલાઉન્સ તથા કન્વેશન એલાઉન્સ પરત ખેંચવામાં આવેલ છે, તથા વરિષ્ઠ નાગરિકોને એફડીઆર વ્યાજ ઉપર 50 હજાર સુધી ટીડીએસ ન કાપવાની જોગવાઇ આવકારદાયક ગણાવવામાં આવેલ, આ ઉપરાંત આવકવેરાના ઇ-એસેસમેન્ટ અને તેમાં સંભવિત મની લોન્ડરીગ અને બેનામી સંપતિ કાયદાની અસરો પર ચર્ચા કરેલ હતી. વધુમાં આગામી નાણાકીય વર્ષ 2018-19થી રીટર્ન સમયસર ભરવું ખુબજ જરૂરી રહેશે અને જો નહી ભરવામાં આવે તો તેનાથી મની લોન્ડરીગ એકટની શું અસર થશે તે વિષય પર પણ સમજણ આપેલ હતી, આથી હવે રીટર્ન નહી ભરાય અથવા તો લેટ રીટર્ન અથવા લેઇટ ટીડીએસ ન ભરવા અને જો આ બાબતે વિલંબ થશે તો ફોજદારી રાહે કાર્યવાહી થશે અને હવે આવકવેરા ડીપાર્ટમેન્ટ સજાગ થયેલ છે તે બાબતે હાઉસને માહિતગાર કરવામાં આવેલ.

સમગ્ર સેમીનારનું સંચાલન સંસ્થાના માનદ મંત્રી બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ કરેલ હતું તેમજ મહેમાનોનો પરીચય આનંદભાઇ રાયચુરા, સેક્રેટરી, આઇટીપીએ તથા ઉપપ્રમુખ સંજીવભાઇ બુધ્ધ દ્વારા આપવામાં આવેલ તથા આભારદર્શન ચેમ્બરના ઉપપ્રમુખ કમલેશભાઇ રાઠોડે કરેલ હતું. સેમીનારમાં ચેમ્બરના સભ્યઆે, કારોબારી સમિતિના સભ્યઆે, વિવિધ એસોસીએશન્સના પ્રતિનિધિઆે, વેપારી તથા ઉધોગકારઆે અને ચાર્ટડ એકાઉન્ટન્ટસ તથા ટેકસ પ્રેકટીશનરો બહોળી સંખ્યામાં સેમીનારમાં ઉપસ્થિત રહેલ હતાં.

Comments

comments

VOTING POLL