જામનગરના હાઇવે પર લુંટ અને ધાડ પાડવાની તૈયારી કરનારા પાંચ શખ્સો ઝડપાયા

September 12, 2018 at 1:40 pm


જામનગરની મધુરમ સોસાયટી પાસે વિનાયક પાર્કના પાણીના ટાંકા નજીક ગઇ રાત્રીના અમુક શખ્સો હાઇવે પરથી પસાર થતા વાહનોને આંતરી લુંટ અને ધાડ પાડવાના ઇરાદે છુપાઇને બેઠા હોય આ દરમ્યાન પોલીસ પેટ્રાેલીગમાં પીએસઆઇ દલવાડીયાની નજરમાં આ શખ્સો આવી જતા તેઆેએ તાત્કાલીક જીપને રોકી છુપાયેલા શખ્સોને ઝડપી લીધા હતા, પકડાયેલા શખ્સોની પ્રાથમિક પુછપરછમાં તેઆેએ લુંટ અને ધાડ પાડવાનું પુર્વ આયોજીત કાવતરૂ કર્યુ હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે રાંદલનગરમાં રહેતા શિવા નવરંગભાઇ કપટા, ટીબી હોસ્પીટલ પાછળ રહેતા હાદિર્ક દિલીપભાઇ ત્રિવેદી, રામેશ્વર ગાયત્રીનગરમાં રહેતા વિકી સંજયભાઇ બરછા, માતૃઆશિષ સોસાયટીમાં રહેતા આદિત્ય ઉર્ફે બારોટ દિપકભાઇ ચાંદેસરવા અને ગાંધીનગર જલારામનગર સામે રહેતા અશોકસિંહ શિવુભા જાડેજા નામના પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી લાકડાનો ધોકો, તલવાર, લોખંડનો સળીયો, પાઇપ, ડીસમીસ, છરી જેવા તીક્ષણ હથીયારો કબ્જે કર્યા હતા. દરમ્યાન સીટી-બી પીઆઇ વાય.એ. દલવાડીયાએ ઝડપાયેલા પાંચેય શખ્સો સામે આઇપીસી 399, 402, 120(બી) તથા જીપીએકટ 135(2) મુજબ ગુન્હો નાેંધી આરોપીઆેને રીમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સો પોલીસના શકંજામાં આવી જતા હાઇવે પર લુંટ અને ધાડના બનાવો બનતા અટકી જવા પામ્યા હતા.

Comments

comments

VOTING POLL