જામનગરના 3.3ર લાખ હેકટર જમીન ઉપર મેઘાનું હેત નહી વરસે તો પાક ફેઇલ

August 6, 2018 at 10:46 am


જામનગર જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ત્યારે જિલ્લામાં 130371 હેકટરમાં મગફળી અને 183606 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે, આ વર્ષે 1પ દિવસ વરસાદ મોડો થયો, ત્યારબાદ ગામડાઆેમાં વરૂણ દેવે અપાર હેત વરસાવ્યું, પરંતુ પાછતરો વરસાદ ખેંચાઇ જતાં જગતનો તાત મુશ્કેલીમાં આવી ગયો છે, જો એક અઠવાડીયામાં મેઘરાજા જામનગર જિલ્લા પર નહી રીઝે તો મોટાભાગનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવવામાં આવી રહી છે, આ વર્ષે અજમા 1378 હેકટરમાં, ઘાસચારો 8719 હેકટરમાં, શાકભાજી ર071 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે કપાસનું સૌથી વધુ વાવેતર જામનગરમાં 39799 હેકટરમાં થયું છે, જ્યારે મગફળીમાં સૌથી આગળ કાલાવડનો નંબર આવે છે અને 39ર00 હેકટરમાં મગફળીના બી વાવવામાં આવ્éા છે, શુક્રવાર સુધીમાં જામનગર જિલ્લામાં 33871 હેકટરમાં વાવેતર થઇ ચૂક્યું છે તેમ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં નાેંધાયું છે. હાલારની ધરતી પર વધુ મગફળી અને કપાસને વાવવામાં આવે છે, જામનગર જિલ્લાની વાત લઇએ તો જિલ્લામાં સરેરાશ ત્રણ વર્ષનું નોર્મલ વાવેતર ગણીએ તો જામનગર તાલુકામાં 7પ861 હેકટર, ધ્રાેલમાં 39849 હેકટર, જોડિયામાં 4ર663, કાલાવડમાં 78789, જામજોધપુર 59188 અને લાલપુરમાં પ9પપર હેકટરમાં વાવેતર થાય છે એટલે કે 3પપ90ર હેકટરમાં જામનગર જિલ્લામાં જગતનો તાત વાવણી કરી શકે છે. જામનગર જિલ્લાની વાત લઇએ તો અહી ડાંગરનું વાવેતર જૂજ પ્રમાણમાં થાય છે, જ્યારે બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડદ, અન્ય કઠોળ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, કપાસ (પીયત), કપાસ (બીનપીયત), તમાકુ, ગુવાર, શાકભાજી, ઘાસચારો, શેરડી અને અજમાના પાક વાવવામાં આવે છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં બાજરી 14પ હેકટર, જુવાર 44 હેકટર, મકાઇ ર3 હેકટર, તુવેર 77પ હેકટર, મગ 1રરપ હેકટર, અડદ 1108 હેકટર, મગફળી 130371 હેકટર, તલ 1648 હેકટર, દીવેલા પપ6 હેકટર, સોયાબીન 4 હેકટર, કપાસ 183606 હેકટર, ગુવાર ર3 હેકટર, શાકભાજી ર071 હેકટર, ઘાસચારો 8719 હેકટર, અજમા 1378 હેકટર, અન્ય પાકો 1194 હેકટર સહિત કુલ 33ર871 હેકટરમાં વાવેતર થયું છે.

જિલ્લાના મુખ્ય પાકની વાત લઇએ તો જામનગરમાં મગફળી 25937 હેકટર, ધ્રાેલ 9ર110 હેકટર, જોડિયા 8111 હેકટર, કાલાવડ 34946 હેકટર, જામજોધપુર ર3રપ9 હેકટર, લાલપુર ર8908 હેકટર થઇ કુલ 130371 હેકટરમાં મગફળી વાવવામાં આવી છે, એવી જ રીતે કપાસની વાત લઇ એ તો જામનગરમાં 39799 હેકટર, ધ્રાેલ રપ680 હેકટર, જોડિયા ર3993 હેકટર, કાલાવડ 39ર00 હેકટર, જામજોધપુર ર84ર0 હેકટર, લાલપુર ર6514 હેકટર થઇ કુલ 183606 હેકટરમાં કપાસ વાવવામાં આવ્યો છે. ઘાસચારાની વિગતવાર વાત લઇએ તો જામનગરમાં રર61 હેકટર, ધ્રાેલમાં 10પપ હેકટર, જોડિયામાં 1પપ9 હેકટર, કાલાવડમાં 1ર11 હેકટર, જામજોધપુર 130ર હેકટર, લાલપુર 1371 હેકટર થઇ કુલ 8719 હેકટરમાં વાવેતર થયું છે, જ્યારે જોડિયામાં 1376 હેકટરમાં એક માત્ર તાલુકામાં અજમો વાવવામાં આવ્યો છે, અન્ય પાકની વાત લઇએ તો જામનગરમાં 147, ધ્રાેલ ર10, કાલાવડ 637, જામજોધપુર રપ, લાલપુર 17પ સહિત 1194 હેકટરમાં અન્ય પાકનું વાવેતર થયું છે, તલની વાત લઇએ તો જામનગરમાં 1પ7, ધ્રાેલ 446, જોડિયા 1પ0, કાલાવડ પપ0, જામજોધપુર 136, લાલપુર ર09 હેકટર સહિત કુલ 1648 હેકટરમાં તલનું વાવેતર થયું છે, જ્યારે દિવેલા પપ6, તુવેર, 7પપ, મઠ 1રરપ અને અડદ 1108 હેકટરમાં વાવવામાં આવ્યા છે.

જામનગર તાલુકામાં કપાસ અને કાલાવડ તાલુકામાં મગફળી સૌથી વધુ વાવ્યા હતા

જામનગર અને કાલાવડ તાલુકામાં મગફળી અને કપાસનું વાવેતર થાય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલાવડમાં મગફળી 34946 અને કપાસ 39ર00 તેમજ જામનગર તાલુકામાં સૌથી વધુ કપાસ 39799 અને મગફળી રપ937 હેકટરમાં વાવવામાં આવી છે, ત્યારે જગતનો તાત મેઘરાજાની ચાતક નજરે રાહ જોઇ રહ્યાે છે અને જો અઠવાડીયામાં જ વરસાદ નહી આવે તો હાલારના વાવેલા પાક પર ભારે માઠી અસર પડશે તેમ ખેતીની નિષ્ણાંતોનું કહેવું છે, હવે માત્ર ર0000 હેકટરમાં વાવેતર થવાનું બાકી છે,

Comments

comments

VOTING POLL