જામનગરની આદર્શ નિવાસી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ

May 9, 2018 at 10:12 am


ગુજરાત સરકારના વિકસતી જાતિ કલ્યાણ ખાતું, ગાંધીનગર સંચાલિત સરકારી આદર્શ નિવાસી શાળા (વિ.જા.કુમાર) જામનગરમાં ધો. 9 માં શૈક્ષણિક વર્ષ 2018-19માં પ્રવેશ માટેના ફોર્મનું વિતરણ ચાલુ છે. આ શાળામાં ગ્રામ્ય વિસ્તારના બક્ષીપંચ (સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) ના તેમજ અન્ય વર્ગના આિથર્ક રીતે નબળા વર્ગના જે હોશિયાર અને જરુરિયાતમંદ વિદ્યાથ}ને વધુ સારુ શિક્ષણ આપવા માટે બાળકોને ધો. 9માં પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં શિક્ષણ સાથે બેટાઇમ જમવાનું, એક ટાઇમ નાસ્તો, સરકારશ્રીના નિયમાનુસાર સ્ટેશનરી, પાઠયપુસ્તકો, ગણવેશ, બુટ મોજા, સાબુ તેલ જેવી સગવડતા વિનામુલ્યે આપવામાં આવે છે.

પ્રવેશ માટે નિયમ ધો. 8 માં વાર્ષિક પરીક્ષામાં આેછામાં આેછા 50 ટકા ગુણ આવેલ હોવા જોઇએ. વિકસતી જાતિ અને આિથર્ક રીતે પછાત વર્ગના વિદ્યાથ}આેના વાલીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિતાર માટે રૂા. 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂા. 1,50,000 રહેશે. અગાઉના શૈક્ષણિક વર્ષ 2017-18માં ધો. 8માં મેળવેલટકાવારીના આધારે ગુણવતાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ધો. 9 માટે તા. 30-5-2018પછી પત્ર કે રૂબરૂ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી. આ શાળાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 10 નું પરિણામ છેલ્લા આઠ વર્ષ થયા ગુણવતા સભર 100 ટકા આવે છે. ગ્રામ્ય વિસ્તારના પછાત વર્ગના બાળકો તેજસ્વી બાળકો સરકારશ્રીના આ યોજનાનો મહતમ લાભ લે તેમ આચાર્ય કે.આર. કણસાગરા જણાવે છે.

Comments

comments

VOTING POLL