જામનગરની નાગેશ્વર પ્રાથમિક શાળામાં પટાંગણ સહિતની સુવિધા નહી હોવાને કારણે વિદ્યાર્થીઆે હેરાન પરેશાન

July 10, 2018 at 10:54 am


જામનગર જિલ્લા શિક્ષણ સમિતી સંચાલિત શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી નાગેશ્વર પ્રાથમિક શાળામાં બાળકોને રમવા માટે પટાંગણ સહીતની સુવિધા નહી હોવાના કારણે વિદ્યાર્થીઆે રમવા તેમજ બાથરૂમ જવા માટે જાહેર માર્ગનો ઉપયોગ કરતાં હોય જેના કારણે ગમે તે સમયે અકસ્માત સર્જાવાનો ભય ઉભો થવા પામ્યો છે, બીજી બાજુ આ વિસ્તારમાં ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવનારાઆેની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે, સાથ સાથ આ શાળામાં અભ્યાસ કરતાં 160 વિદ્યાર્થીઆે પણ વગર ભુલે સજા ભગવી રહ્યાં હોવા છતાં શાળાના સંચાલકો તેમજ ઉચ્ચ પદાધિકારીઆે આ અંગેની અવાર નવારની ફરીયાદોને અભેરાઇ ઉપર ચડાવી દેતાં હોવાની બાબતો પ્રકાશમાં આવવા પામી છે. જિલ્લા શિક્ષણ સમીતી સંચાલિત નાગેશ્વર પ્રાથમિક શાળા સરકારના નિયમો મુજબ શાળામાં પટાંગણ હોવું જરૂરી છે, પરંતુ આ શાળામાં બાળકોને રમવા માટે પટાંગણ કે ટોયલેટ બાથરૂમની કોઇ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી નથી. આ ઉતરાંત આ શાળા જાહેર માર્ગને અડીને હોવાના કારણે ગમે તે સમયે બાળકો અકસ્માતનો ભોગ બને તેવી શકયતાઆે વાલીઆે દ્વારા કરવામાં આવતી ફરીયાદોમાં વર્ણવવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા આવી ફરીયાદો પ્રત્યે તદન લાપરવાહી દાખવવામાં આવી રહી હોવાની ચાેંકાવનારી વિગતો પ્રકાશમાં આવવા પામી છે.

આ શાળામાં પટાંગણ સહીતની સુવિધા ન હોવાને કારણે જિલ્લા શિક્ષણ સમીતી દ્વારા આ શાળાને સ્થળાંતર કરવાની પણ કોઇ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી, જોકે 2001ના વિનાશક ભુકંપમાં આ શાળાની જુની ઇમારત જર્જરીત થઇ જતાં તંત્ર દ્વારા ત્યાં નવા બિલ્ડીગનું બાંધકામ કરવામાં આવ્યું છે, તે સમયે પણ તંત્રએ બાળકો માટેના મેદાનનો પ્રñ ગંભીરતાથી લીધો ન હોવાને કારણે શાળામાં અભ્યાસ કરતાં બાળકો ટોયલેટ બાથરૂમ કરવા જાહેર માર્ગ પર જતા હોવાની તેમજ શાળાની તદન નજીક આવેલ નદીના કિનારે જતાં હોવાની બાબતો પ્રકાશમાં આવી છે. સરકારના નિયમોનુસાર પટાંગણ સહીતની સુવિધા ન હોય તેવી શાળાઆેની તાકિદના ધોરણે સ્થાંળતર કરવાની કે શાળામાં આ સૂવિધા ઉપલબ્ધ બનાવવાના આદેશો કરવામાં આવે છે, પરંતુ નાગેશ્વર પ્રાથમિક શાળા પ્રત્યે સરકારી વલણ તદન ઉલ્ટુ દશાર્વી રહી છે, કેમ કે આ શાળા પ્રત્યે ઉચ્ચ હોદેદારો કે અધિકારીઆે કોઇ પ્રકારની દરકાર લેતાં ન હોવાનું અને આ શાળાના વિકાસ માટે તેમજ શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે પણ કોઇ ગંભીરતા દાખવતા ન હોવાની બાબતો પ્રકાશમાં આવી છે.

નાગેશ્વર પ્રાથમિક શાળામાં 160 વિદ્યાર્થીઆે અભ્યાસ કરી રહ્યાં છે, જેમાં છોકરા-છોકરીઆેનો સમાવેશ થાય છે, અને આ તમામ વિદ્યાર્થીઆે આટઆટલી અસુવિધા હોવા ઉપરાંત શાળાના બાળકો જાહેર માર્ગને પટાંગણના રૂપમાં ગણી જાહેર માર્ગ પર રમત રમવાની અને ટોયલેટ બાથરૂમ જવાનું ચાલુ રાખ્યું છે, ત્યારે આ જાહેર માર્ગ પર પુરપાટ ઝડપે દોડતા qÜચક્રીય વાહનોની હડફેટમાં બાળક આવી જાય તેવી સંભાવનાઆે ઉદભવવા પામી છે. તેમ છતાં તંત્રની નિષ્ક્રીયતા અને લાપરવાહી આગામી દિવસોમાં કલંકરૂપ ન થાય તે માટે તાકિદના ધોરણે આ શાળામાં સુવિધા વધારાવા અથવા તો આ શાળાનું સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહેવાસીઆે તેમજ બાળકોના વાલીઆેમાં ઉઠવા પામી છે.

Comments

comments