જામનગરની સીટી સર્વે કચેરીના સુપ્રિ. સામે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ડીમાન્ડ કેસ નાેંધ્યો

September 12, 2018 at 2:14 pm


આઠ મહિના સુધી ચાલેલી તપાસ બાદ જામનગરની સીટી સર્વે કચેરીના સુપ્રિટેન્ડન્ટ અને વર્ગ-3ના કર્મચારી સામે અંતે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ડીમાન્ડ કેસ નાેંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, અત્રે નાેંધનીય છે કે જે તે સમયે આ કર્મચારી સામે રૂા. 800ની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જે તે સમયે છટકુ નિષ્ફળ ગયું હતું અને ત્યારબાદ ફરીયાદીએ આપેલી વિગતોના આધારે આખરે ગુન્હો નાેંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એ.કે. વ્યાસ દ્વારા આરોપી કાંતીલા નરશીભાઇ ભીમાણી (ઉ.વ.48) સીટી સર્વે કચેરી સામે એસીબીનો ડીમાન્ડ કેસ નાેંધવામાં આવ્યો છે, તા. 1-1-2018ના રોજ ગુન્હો જાહેર થયાનું અને તા. 11-9-2018ના રોજ એટલે કે ગઇકાલે ગુન્હો નાેંધવામાં આવ્યો હોવાનું દશાર્વવામાં આવ્યું છે.

ટુંક વિગતોમાં મહેસુલ સેવા સદન ખાતે આ કામના આરોપી દ્વારા ફરીયાદી પાસેથી તેના અસીલોની વારસાઇ એન્ટ્રી કરી આપવાની અવેજમાં રૂા. 800ની લાંચ માંગવામાં આવી હોવાનું ડીમાન્ડ કેસમાં નાેંધવામાં આવ્યું છે. આ કેસ અંગે વધુ વિગતોમાં એવું જાણવા મળ્યું છે કે જે તે સમયે મુળ ફરીયાદી એડવોકેટ ગીરીશ એલ. સરવૈયા દ્વારા લાંચ રૂશ્વત વિરોધી ખાતામાં વારસાઇ એન્ટ્રી માટે લાંચ માંગવામાં આવી હોવાની ફરીયાદ કરવામાં આવી હતી, જે તે સમયે લાંચનું છટકુ ગોઠવાયુ હતું પરંતુ નિષ્ફળ ગયું હતું આ પછી ફરીયાદીએ આપેલી વિગતોના આધારે લગભગ આઠેક મહિના સુધી તપાસ ચાલ્યા બાદ આખરે ડીમાન્ડ કેસ નાેંધવામાં આવ્યો છે, એસીબીના મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શન નીચે સ્ટાફના દિપકભાઇ, દિનેશભાઇ વિગેરે આ કેસમાં વધુ તપાસ ચલાવી રહયા છે.

Comments

comments

VOTING POLL