જામનગરને હરીયાળું બનાવવા તેમજ આરોગ્યની જાગૃતિ માટે શહેરમાં સૌપ્રથમ વખત સાયકલીગ ઈવેન્ટ જામનગર જાેયસીકલ-18 નું આયોજન

May 25, 2018 at 1:07 pm


Spread the love

જામનગર શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ઉપક્રમે, જામનગરની સેવાભાવી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મનન હોસ્પીટલ રાજકોટ દ્વારા પ્રાયોજીત અને સુરક્ષ્ાા સેતુ સોસાયટી જામનગરના સહકારથી જાેયસીકલ 18 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય ઈવેન્ટનું આયોજન તા.03-06-18 ના રવિવારના સવારે પ-30 વાગ્યે કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ માટેનો રુટ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ત્રણબતી કાર્યાલયેથી જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ઉપર મોટી બાણુંગાર થી રીટર્ન શ્રી એચ. જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલય સુધી 36 િંકમી.નો રહેશે. 16 વષ્ાર્થી ઉપરની વયના યુવક-યુવતીઆે માટેની આ ઈવેન્ટનો પ્રારંભ જામનગરના ત્રણબતી વિસ્તારમાં આવેલા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલયેથી કરવામાં આવશે. જે કે.વી.રોડ, સુભાષ્ા બ્રિજ, ગુલાબનગર, ધુંવાવ થઈ રાજકોટ ધોરીમાર્ગ પર મોટી બાણુગાર સુધી અને ત્યાંથી પરત જામનગર ઈન્દીરા માર્ગ થઈ, જુના રેલ્વે સ્ટેશન થઈ અંબર ચોકડી પેટ્રાેલ પંપના ઢાળીયેથી શ્રી એચ.જે.લાલ ટ્રસ્ટના કાર્યાલયે પૂર્ણ થશે.

જે સાયકલીસ્ટ નિર્ધારીત કરેલ સમય ર-30 કલાક (1પ0 મીનીટ) માં 36 િંકમી.નું સાયકલીગ પૂર્ણ કરશે તેઆેમાંથી લકકી ડ્રાે થકી 18 સાયકલીસ્ટોને સાયકલ આપવામાં આવશે અને તમામ ભાગ લેનારને સર્ટીફીકેટ તેમજ મેડલ આપી પ્રાેત્સાહિત કરવામાં આવશે.

જામનગર શહેરના આંગણે પ્રથમ વખત યોજાઈ રહેલી આ ઈવેન્ટનો હિસ્સો બનવા માટે તેમાં જાેડાવવા ઈચ્છતાં 16 વષ્ાર્થી ઉપરની વયના યુવક-યુવતીઆે તા.રપ-0પ-ર018 થી તા.31-0પ-ર018 સુધી દરરોજ સવારે 10-00 થી 1-30 અને બપોરે 4-00 થી 8-00 વાગ્યા દરમ્યાન શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય ત્રણ બતી, ઝુલેલાલ મંદિર સામે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત નીચે આપેલ ફોન નંબર પર વોટસઅપ કરીને પણ ફોર્મ મેળવી, ડાઉનલોડ કરીને વિગતો ભરીને ટ્રસ્ટની આેફીસે આપીને પણ નાેંધણી કરાવી શકાશે. ભાઈઆે માટે નાેંધણી ફી રુા.100 જયારે બહેનોની નાેંધણી વિનામુલ્યે કરવામાં આવશે. આ ઈવેન્ટમાં ભાગ લેનાર તમામ સાયકલીસ્ટને તા.1 અને ર જુન-18 ના દિવસો દરમ્યાન એચ.જે.લાલ ટ્રસ્ટના કાર્યાલયેથી કિટ વિતરણ કરવામાં આવશે. તેમજ બહારગામથી આવનાર ભાગ લેનાર માટે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તે માટે સમયસર જાણ કરવાની રહેશે. જેથી વ્હેલા તે પહેલાના ધોરણે આવનારની વ્યવસ્થા થઈ શકે.

વધુ વિગતો માટે મો.નં.9પ743 09096, 99ર41 0પ033, 9638ર 30108, 98ર48 876પ4 નો સંપર્ક સાધવાનો રહેશે.