જામનગરમાંથી વલ} મટકા અને ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા

September 12, 2018 at 1:47 pm


જામનગરના ધરારનગર-1 અને હવાઇચોક વિસ્તારમાં જાહેરમાં વલ}મટકાનો અને ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને 9490 ની કિંમતના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગરના ધરારનગર-1માં આવેલા વૈશાલીનગર-1ના ખુણા ઉપર જાહેરમાં વલ}મટકાનો હાટડો ધમધમતો હોવાની હકીકતના પગલે પોલીસે ગઇ રાત્રીના દરોડો પાડીને જાહેરમાં વલ}મટકાનો જુગાર રમતા અબ્દુલ હમીદ વાંઢા, બસીર સીદીક સુમારીયા, જાવેદ સુલેમાન સમા નામના શખ્સોને રૂા. 87180ની કિંમતના ત્રણ મોબાઇલ, એકટીવા, મોટરસાયકલ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ સોઢાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં હવાઇચોકમાં રફારીયા હનુમાનના મંદિરના આેટા પર જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા જીતેન્દ્ર નરેન્દ્ર નાખવા, અરવિંદ દેવજી જોઇસરને રૂા. 1710 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સોની વધુ પુછપરછ માટે પોલીસે રીમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL