જામનગરમાં અંગ્રેજી શરાબની બોટલો સાથે એક ઝબ્બે

May 22, 2018 at 1:07 pm


જામનગરના ગોકુલનગર જકાતનાકા નજીક વિજયનગર પાસેના રોડ પર ગઇકાલે એક શખ્સને પોલીસે અંગ્રેજી દારૂની ત્રણ બોટલ લઇને નીકળતા પકડી લીધો હતો જયારે એકનું નામ ખુલ્યુ હતું. જામનગરના વિજયનગર પાસે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા દિ.પ્લોટ-61માં રહેતા પાથર્ ઉર્ફે જાબલી જીતેન્દ્ર કતીયારા (ઉ.વ.20) નામના શખ્સ ઇંગ્લીશ દારૂની ત્રણ બોટલ અને મોબાઇલ સાથે દબોચી લીધો હતો, પુછપરછ કરતા ગોકુલનગરમાં રહેતા કેયુર પટેલ નામના શખ્સની સંડોવણી ખુલી હતી, પોલીસ દ્વારા આ અંગે ઉપરોકત બંને આરોપીઆે અને તપાસમાં જે નામ ખુલે તેની સામે પ્રાેહી મુજબ ફરીયાદ નાેંધી હતી, આ અંગેની કાર્યવાહી સીટી-સી ડીવીઝન દ્વારા કરવામાં આવી હતી.

દારૂની બોટલની હેરાફેરી કરતો સાધના કોલોનીનો શખ્સ પકડાયો

જામનગરના વંડાફળી વિસ્તારમાંથી સાધના કોલોનીના શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ લઇને નીકળતા બાઇક સાથે પકડી પાડયો હતો. જામનગરના સાધના કોલોનીમાં રહેતા હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા (ઉ.વ.21) નામનો શખ્સ પોતાના કબ્જાની યામાહા એફઝેડ બાઇક નં. જીજે10સીપી-7845માં ઇંગ્લીશ દારૂની એક બોટલ લઇને વંડાફળી ભરવાડપાળા પાસેથી નીકળતા સીટી-એ પોલીસે દબોચી લઇ કુલ 50500નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Comments

comments