જામનગરમાં અંતે કોળી-ભોઇ સમાજ વચ્ચે સમાધાનઃ ફરિયાદો પાછી ખેંચાશે

August 1, 2018 at 11:10 am


છેલ્લા કેટલાક સમયથી કોઇને કોઇ મામલે જામનગરમાં કોળી અને ભોઇ સમાજના લોકો વચ્ચે ટકરાવ થઇ રહ્યાે હતો, ધીમે-ધીમે વાત ઉગ્રતા તરફ જતી હતી અને સ્થિતિ ત્યાં સુધી પહાેંચી હતી કે, ભોયવાડાની બહાર પણ જયાં બંને સમાજના યુવાનો સામસામે આવતાં હતાં ત્યાં ટકરાવ થતાં હતાં, આ માથાકુટો બંધ કરવી જરૂરી હતી, આજકાલ દ્વારા પણ શાંતિ માટે ટકોર કરવામાં આવી હતી, આખરે ગઇ રાત્રે કોળી અને ભોઇ સમાજ વચ્ચે સમાધાન થઇ ગયું છે, સામસામે જે ફરિયાદો થઇ છે તે શકય હશે એટલી પાછી ખેંચવાનો અને બાકીની ફરિયાદોનું નિરાકરણ કોર્ટમાં સમાધાનકારી વલણથી લાવવાનો નિર્ણય કરવામાં આવ્éાે હતો, ધારાસભ્ય, મેયર અને બંને સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આશરે 2016માં કોઇ બાબતને લઇને કોળી અને ભોઇ સમાજના લોકો સામસામે આવી ગયા હતાં, આ પહેલો ટકરાવ હતો અને આ પછી તો નાની-નાની વાતોને લઇને પણ બંને સમાજના લોકો સામસામે આવી જતાં હતાં, ત્યાં સુધી કે ઘરો પર હુમલા થતાં હતાં, વાહનો સળગાવવામાં આવતા હતાં, સોડા બોટલોના છુટા ઘા કરવામાં આવતાં હતાં, પોલીસ માટે પણ આ માથાકુટો ધીમે-ધીમે પડકારરૂપ બનતી જતી હતી, વાત માત્ર ભોઇવાડા સુધી સીમીત રહી ન હતી અને શહેરમાં અન્ય સ્થળે પણ જયાં કોળી અને ભોઇ સમાજના લોકો સામસામે આવતાં એટલે ટકરાવના બનાવ બનતા હતાં. વાત વધુ વણશતી હતી, આ દરમ્યાન શહેરની શાંતિના હિત માટે સૌ પ્રથમ આજકાલ દૈનિક દ્વારા બંને સમાજને સાથે બેસાડીને સમાધાન કરાવવા માટેની સવિશેષ ટકોર કરવામાં આવી હતી.

બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઆે અને બંને સમાજના સમજુ લોકો દ્વારા સમાધાન માટેના પ્રયાસો વધારવામાં આવ્éા હતાં, આખરે આ વાત શકય થઇ છે, ગઇ રાત્રે શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્é ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, મેયર હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હીડોચા, પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચીવ તથા મંત્રી પુરૂષોતમ સોલંકીના ભાઇ હીરાભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં બંને સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને તેમાં સમાજ વચ્ચે ચાલી આવતી માથાકુટો નિવારીને સમાધાન કરવાની વાત ઉપર આખરે સર્વ સંમતિ આવી હતી. બેઠકમાં સમાધાન બાદ એવી ર્ફોમ્યુલા બનાવવામાં આવી છે કે, જે કાંઇ ફરિયાદો બંને સમાજ તરફથી એકબીજા સામે કરવામાં આવી છે તેમાં કાનુની રીતે જેટલી શકય હશે તેટલી ફરિયાદો પાછી ખેંચી લેવામાં આવશે અન્યથા જયારે પણ આ મામલા કોર્ટમાં ચાલે ત્યારે સમાધાનકારી વલણ લઇને એકબીજાને મદદ કરવામાં આવશે. હવે ભવિષ્યમાં કોઇ માથાકુટ ન થાય તે માટે પણ કોળી અને ભોઇ સમાજમાં વરિષ્ઠ પાંચ-પાંચ આગેવાનોની બંને સમાજમાં કમિટીઆે પણ બનાવવામાં આવી છે, જયારે પણ કોઇ નાનો સુનો ટકરાવ થાય તો સૌ પ્રથમ આ કમિટી મારફત વાત પતાવાની કોશીષ કરવામાં આવશે.

ગઇ સાંજે 7 વાગ્éે શહેર ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠક અંદાજે દોઢ કલાક સુધી ચાલી હતી અને જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં કોળી સમાજ તરફથી નરશીભાઇ, વનરાજભાઇ, જીતેશભાઇ શિંગાળા સહિતના આગેવાનો હાજર હતાં, તો બીજી તરફ ભોઇ સમાજના પ્રમુખ અનિલભાઇ ગાેંડલીયા, ઉપપ્રમુખ તરૂણભાઇ મહેતા, વરિષ્ઠ અગ્રણી હરેશભાઇ કુંભારણા, એડવોકેટ સંજય દાઉદીયા, એડવોકેટ ધર્મેશ ગાેંડલીયા ઉપસ્થિત રહ્યા હતાં, નગરસેવક આલાભાઇ રબારી પણ ઉપસ્થિત હતાં. સમાધાન માટેની આ મહત્વની બેઠકમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ કેટલાક મહત્વના દાખલા ટાંકીને કહ્યું હતું કે, ભૂતકાળમાં આપણા જિલ્લામાં પણ આઠ-આઠ, દશ-દશ હત્યાઆેના બનાવો બન્યા છે અને આવી મોટી ઘટનાઆેમાં પણ અંતે સમાધાનનો માર્ગ લેવામાં આવ્યો છે, મતલબ એ છે કે કોઇપણ માથાકુટ થાય, વાત વણસે, શાંતિ સામે ખતરો ઉભો થાય ત્યારે સમાધાન જ હિતકારી રહે છે, બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હીડોચા અને હીરાભાઇ સોલંકીએ પણ ઉપસ્થિત તમામને ભવિષ્યમાં શાંતિ જાળવવા માટે પ્રવૃત રહેવા અપીલ કરી હતી.

Comments

comments

VOTING POLL