જામનગરમાં અગનકાંડમાં મહિલાનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

February 17, 2018 at 1:47 pm


જામનગરમાં આર્યસમાજ સ્કુલ સામે ચૈતન્ય કોમ્પ્લેક્ષમાં મહિલા અસીલને વકિલે આેફીસમાં પેટ્રાેલ છાંટીને જીવતી સળગાવી હતી, ધડાકા સાથે આગ લાગતા વકિલ પણ દાઝી ગયો હતો બંનેને સારવાર અથ£ અત્રેની જી.જી.હોસ્પીટલમાં દાખલ કરવમાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન મહિલાનું ગઇકાલે બપોરે મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો, વકિલ સામે 302ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો, દરમ્યાનમાં આજે પોલીસ દ્વારા વિજટુકડીને સાથે રાખીને તપાસ આગળ વધારી છે. જામનગરના ચૈતન્ય કોમ્પ્લેક્ષમાં ગુરુવારે સાંજે વકિલ રમેશ શ્રીમાળીની આેફીસમાં ધડાકા સાથે આગ લાગતા મહિલા અસીલ દિવ્યાબેન પરેશભાઇ ભદ્રેચા અને વકિલ રમેશ શ્રીમાળી બંને ગંભીર રીતે શરીરે દાઝી જતા સારવાર અથ£ જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ શંકાસ્પદ બનાવ અંગે પોલીસ અને એફએસએલની ટુકડીએ તપાસ આદરી હતી, દરમ્યાનમાં વકીલે મહિલા અસીલ દિવ્યાબેનને પોતાની આેફીસે બોલાવ્યા હતા અને લગ્ન કરવા બળજબરી કરી હતી જે અંગે તેણીએ ના પાડતા ઉશ્કેરાયેલા વકીલે દિવ્યાબેન પર પેટ્રાેલ છાંટી સળગાવી નાંખી હતી જે અંગે તેણી દ્વારા વકીલ સામે 307 મુજબ ફરીયાદ નાેંધાવી હતી. જી.જી. હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલા દિવ્યાબેનનું ગઇકાલે બપોરે મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે આથી પોલીસ દ્વારા વકીલ સામે 302ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો, મહિલાના મૃત્યુથી તેણીના ત્રણ સંતાનો નોધારા બની જતા અરેરાટી વ્યાપી છે, બીજી બાજુ હોસ્પીટલના બીછાને રહેલા વકિલની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના ચકચારી બાળા અત્યાચાર પ્રકરણમાં આરોપી પિતા-પુત્રીના રીમાન્ડ મંજુર

જામનગરના નવ વર્ષની બાળાના અત્યાચાર પ્રકરણમાં પોલીસે બાળકીના પિતા આરોપી ચેતન કલ્યાણી અને તેની બહેન નેહલ કલ્યાણીની ગઇકાલે વિધીવત ધરપકડ કરી હતી અને તપાસને આગળ વધારવા કાર્યવાહી હાથ ધર્યા બાદ પોલીસ દ્વારા આજે આરોપીઆેને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં આરોપીના ચાર દિવસના રીમાન્ડ મંજુર થયાનું જાણવા મળ્યું છે.

Comments

comments