જામનગરમાં ઉડતી મસીથી વાહન ચાલકો થયા હેરાન પરેશાન

February 14, 2018 at 1:12 pm


જામનગર શહેરમાં આજે સવારથી પલટાયેલા હવામાનના પગલે એકાએક મસીઆેનું સામ્રાજય સ્થાપિત થયું હતું, જેમ જેમ સુર્ય નારાયણની ગરમીના પગલે મસીઆેનો આક્રમણ વધુ તેજ બનતા શહેરમાં qÜચક્રીય વાહનો ચાલકોમાં ભારે મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતાં, શહેરમાં પગપાળા જતાં લોકો પણ મસીના આક્રમણના પગલે ભારે હેરાન પરેશાન થઇ ગયા હતાં. જામનગરમાં ભેજનું પ્રમાણ ઘટવાની સાથે પલટાયેલા હવામાનના પગલે વહેલી સવારથી જ મસીઆેનું આક્રમણ શરૂ થયું હતું, એકાએક મસીઆેના આગમનના પગલે શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં. સાથે પવનની ગતિ પણ તેજ રહેતાં મસીઆે લોકો માટે હેરાનગતિરૂપ બનવા પામી હતી, મસીઆેના આક્રમણથી પગપાળા જનારા લોકો ઉપરાંત qÜચક્રીય વાહન ચાલકોની આંખોમાં મસીઆે ઘુસી જતાં આવા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતાં.

શહેરમાં એકાએક મસીના આક્રમણના પગલે ભારે હાહાકાર મચી જવા પામ્યો હોય તેમ શહેરીજનો અનેક પ્રકારની મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતાં, મસીઆેના આક્રમણને કારણે શહેરીજનોના શરીરમાં પ્રવેશતાની સાથે જ ખુજલી આવતી હોય જેથી લોકો અકડાઇ ઉઠયા હતાં, મસીના કામને વહેલી સવારે શાળાએ જતાં બાળકોએ પણ ભારે મુશ્કેલી અનુભવી હતી, જયારે વાહન ચાલકોએ તેમના વાહનના કાચ ફરજીયાત બંધ કરી દેવા પડયાં હતાં. મસીના કારણે શહેરમાં ખાણીપીણીની રેકડીઆેમાં પણ લોકો નાસ્તો કરવામાં ભારે તકલીફ અનુભવી હતી, મસીના આક્રમણના કારણે શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હોવા છતાં તંત્ર દ્વારા મસીનું આક્રમણ નેસ્તનાબુદ કરવા માટે કોઇ પગલાં લેવામાં નહી આવતાં શહેરીજનો બપોરસુધીમાં ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં. મસીનું સામ્રાજય સ્થાપિત થતાં શહેરની તમામ સરકારી કચેરીઆે, હોસ્પિટલો, કોર્ટ સંકુલ, સહિતની કચેરીઆેમાં પણ લોકોની અવરજવરના કારણે મસીઆેનું પ્રમાણ રહેવા પામ્યું હતું. જેના પરીણામે કર્મચારીઆે પણ અકડાઇ ઉઠયા હતાં.

Comments

comments