જામનગરમાં ઉતાર-ચડાવ બાદ તાપમાન 29.5 ડીગ્રી

September 12, 2018 at 1:50 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે, ત્યારે હજુ પણ હળવા ઝાપટા પડી રહ્યા છે, ખેડૂતોને આશા છે કે વરસાદનું હજુ એક રાઉન્ડ આવે તો મગફળી અને કપાસના પાકને ફાયદો થઇ શકે, ગઇકાલે સવારે ઉધાડ નીકળ્યા બાદ બપોર બાદ વાતાવરણમાં ફેરફાર થયો હતો અને તાપમાન ર9.પ ડીગ્રીએ પહાેંચ્યું હતું.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ર9.પ ડીગ્રી, આેછામાં આેછું તાપમાન ર4.પ ડીગ્રી, હવામાં ભેજ 88 ટકા, પવનની ગતિ 10 થી 1પ કી.મી. પ્રતિ કલાક જોવા મળી હતી, ગઇકાલે બપોરે અને આજે વ્હેલી સવારે જામનગરના શહેરમાં કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડéા હતા, આજ સવારથી તડકો ફરીથી શરૂ થયો છે, જો કે છેલ્લા રપ દિવસથી ધાબડીયા વાતાવરણને કારણે રોગચાળામાં વધારો થયો છે, જેથી લોકો પણ કંટાળી ગયા છે. જામનગર ઉપરાંત કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, જામનગર, ભાણવડ, લાલપુર, ધ્રાેલ, જોડિયા સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં ચડાવ-ઉતાર જોવા મળે છે.

Comments

comments

VOTING POLL