જામનગરમાં ઉપવાસ પર ઉતરેલા પાસના કન્વીનરને 24 કલાક બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે

September 8, 2018 at 1:33 pm


હાદિર્ક પટેલના સમર્થનમાં ખેડૂતોની દેવા માફીના મુદે જામનગરમાં ઉપવાસ પર ઉતરેલા પાસના કન્વીનર ભુપત પટેલની તબીયત પણ ધીમે-ધીમે બગડી રહી છે અને આગામી 24 કલાક બાદ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડશે તેવું પાસના કન્વીનર વસંત કાનાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે. આજે ભૂપત પટેલનો ઉપવાસનો 10મો દિવસ છે, પાસના કન્વીનરના જણાવ્યા મુજબ ગઇકાલે એમને ખુબ જ એસીડીટી ફરિયાદ ઉઠી હતી, સુગરમાં ઘટાડો નાેંધાયો છે અને વજન સાત કીલો ઘટી ગયું હોવાથી આગામી 24 કલાક બાદ કદાચ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડે તેવી સ્થિતિનું પણ નિમાર્ણ થઇ શકે છે.

Comments

comments

VOTING POLL