જામનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા નવ ખેલંદા ઝડપાયા

February 8, 2018 at 1:22 pm


જામનગરના સાધના કોલોની મહાકાળી ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા નવ શખ્સોને 20 હજારની રોકડ સાથે પોલીસે દબોચી લીધા હતા, દરોડાના પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઇ હતી. જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળની સુચના અને અધિક પોલીસ અધિક્ષક ઉમેશ પટેલ તથા પીઆઇ સકસેનાના માર્ગદર્શન મુજબ સીટી-એ સ્ટાફ પેટ્રાેલીગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ શિવભદ્રસિંહ તથા ફિરોજભાઇને ચોકકસ બાતમી મળેલ કે જામનગર સાધના કોલોની મહાકાળી ચોકમાદેવા પાન પાસે અમુક ઇસમો જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમે છે તે હકિકત આધારે રેઇડ કરતા આરોપી ભરત ઉર્ફે ભીખો વજશીભાઇ ડાંગર (ઉ.વ.42) રે. ન્યુ જેલ રોડ, શંકર ટેકરી, વિપુલ ઉર્ફે લાલો મહેન્દ્રભાઇ જોશી (ઉ.વ.27) બીપીન ઉર્ફે બીપલો સોમા ચાવડા (ઉ.વ.31, સાધના કોલોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અમૃતલાલ લખીયર, (ઉ.વ.40), ચીરાગ મહેન્દ્રભાઇ મહેતા, કપીલ અમુભાઇ વડગામા, દિપસિંહ જશુભા જાડેજા, રે. સાધના કોલોની મહાકાળી ચોક, એજાઝ આમદ દેશરાણી-સુમરા (ઉ.વ.20) રે. હર્ષદમીલની ચાલી, હુશેન ચોક મસ્જીદ, હિતેશ ઉર્ફે સાકીરો સોમાભાઇ ચાવડા ન્યુ સાધના એમ-51ને ઝડપી લીધા હતા. રોકડા 20320, અને ઘોડીપાસા કબ્જે લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સીટી-એ પીઆઇ કે.આર.સકસેના, સ્ટાફના એલ.સી.જાડેજા, મુકેશસિંહ, યોગરાજસિંહ, શિવભદ્રસિંહ, ફીરોજભાઇ, રામદેવસિંહ, સંજયભાઇ, રવિભાઇ દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL