જામનગરમાં છેતરપીડીના ગુન્હામાં એક શખ્સની ધરપકડ

May 10, 2019 at 10:30 am


જામનગરના સીટી-એ ડીવી. છેતરપીડીના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો. જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ એલસીબી પીઆઇ ડોડીયા તથા પીએસઆઇ ગોહીલની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લાના પેરોલ ફર્લો ફરારી નાસતા ફરતા ગુન્હેગારોને શોધી કાઢવા અંગેની ઝુંબેશના ભાગરૂપે એબ્સ્કોન્ડર પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ પેટ્રાેલીગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી રાહે મળેલ હકીકત આધારે કલમ 406, 420, 465, 467, 468, 471, 383, 380, 120બી મુજબના નાસતા ફરતા આરોપી હરેશ લક્ષ્મીદાસ પારેખ ઉર્ફે હરેશ એલ. સોની (ઉ.વ.56) ધંધો છુટક મજુરી રે. જામનગર ગુલાબનગર સામે મોહનનગર શેરી નં. 7 માતૃઆશિષ જામનગરવાળા હાલ મીગ કોલોની તળાવ પાછળ રોડ પર ઉભો હોય તેવી હકીકત મળતા તે જગ્યાએ જઇ નાસતા ફરતા આરોપીને પકડી કાયદાકીય કાનુની કાર્યવાહી કરી ધોરણસર અટક કરી જજામનગર સીટી-એ ડીવી. પો.સ્ટે. ને હવાલે કર્યો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે.કે. ગોહીલ, એએસઆઇ વનરાજસિંહ વાળા, પો.હેડ. કોન્સ ચંદ્રસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ, અરજણભાઇ, ધર્મેન્દ્રસિંહ, કાસમભાઇ, પો.કો. મેહુલભાઇ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL