જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવનાર માતા-પુત્રીની આેળખ થઇ

February 10, 2018 at 1:42 pm


જામનગરમાં અંધાશ્રમ આેવરબ્રીજ નજીક ફાટક પાસે ગઇકાલે બપોરના સુમારે એક મહિલાએ પોતાની માસુમ બાળકી સાથે ટ્રેન હેઠળ ઝંપલાવતા બંનેના કરૂણ મોત નિપજયા હતા, આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મરનારની આેળખ થઇ હતી જો કે કારણ જાણવા તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગરના અંધાશ્રમ આેવરબ્રીજ નજીક ફાટક પર ગઇકાલે પસાર થતી આેખા-દહેરાદુન ટ્રેન હેઠળ એક મહીલાએ માસુમ બાળકી સાથે ઝંપલાવતા બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા, બનાવની જાણ થતા રેલ્વે પોલીસ અને સીટી-સી ડીવીઝન પોલીસ ત્યાં દોડી આવી હતી, પીએસઆઇ ગામીત દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા અને આેળખ મેળવવા કાર્યવાહી આગળ વધારી હતી. બપોર બાદ મૃતકની આેળખ થઇ હતી અને મહિલા સત્યમ કોલોનીમાં રહેતા આશાબેન જયેશ સુતરીયા (ઉ.વ.30) અને ચાર વર્ષની તેની પુત્રી કાવ્યા હોવાનું ખુલ્યુ હતું, પ્રાથમિક તપાસમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને આયખુ ટુંકાવ્યાનું બહાર આવ્યુ હતું જો કે કયા કારણસર પગલુ ભર્યુ તે જાણવા માટે પોલીસે ચક્રાે ગતીમાન કર્યા છે. બનાવના પગલે ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી.

Comments

comments

VOTING POLL