જામનગરમાં ડેંગ્યુથી વધુ એકનું મોત

October 15, 2019 at 11:08 am


જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના યમદૂતે ડેરાતંબુ નાખ્યા છે, ગઇકાલે પટેલ કોલોનીમાં રહેતા 62 વર્ષના પ્રાૈઢનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે, અત્યાર સુધીમાં ડેન્ગ્યુએ 15ના જીવ લઇ લીધા છે, જી.જી. હોસ્પિટલના સત્તાવાળાઆે મૃત્યુ આંક 11 દશાર્વે છે પરંતુ સિક્કાનો એક યુવાન અને એક જામનગરના વિપ્ર પ્રાૈઢ તેમજ રાજકોટની હોસ્પિટલમાં જામનગરના બે દદ} ડેન્ગ્યુનો ભોગ બની ચૂક્યા છે એટલે કે અત્યાર સુધીનો મૃત્યુ આંક 15 થઇ ચૂક્યો છે, જી.જી. હોસ્પિટલમાં સત્તાવાર રીતે તા.15 સુધીમાં 1418 દદ}આે પોઝીટીવ આવ્યા છે, ગઇકાલે સાંજે રીપોર્ટ આવતા વધુ 48 દદ}આેને ડેન્ગ્યુ પોઝીટીવ થયો છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં અત્યાર સુધીનો આંકડો બે હજારને પાર કરી ગયો છે અને ગઇકાલે સાંજે ખાનગી હોસ્પિટલમાં પણ 40નો આંકડો આંબી ગયો છે, તાવના અનેક દદ}આે ભરડામાં આવી ગયા છે, જી.જી. હોસ્પિટલના બે સીનીયર ડોકટરોને તાવના કારણે દાખલ કરવામાં આવ્યા છે, કેટલાક અભ્યાસ કરતાં તબીબો બાટલા સાથે પરિક્ષા આપી રહ્યા છે, જામનગર વધુને વધુ ડેન્ગ્યુના ભરડામાં સપડાઇ રહ્યું છે.
જી.જી. હોસ્પિટલ સુત્રોના જણાવ્યા મુજબ પટેલ કોલોનીમાં રહેતા પાસ્કલ ગોવિંદ આનંદ નામના 62 વર્ષના પ્રાૈઢને આઠ દિવસથી તાવ આવતો હતો ત્યારબાદ તેમને તા.12ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા, જેનો રીપોર્ટ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો, તા.13ના રોજ ડેન્ગ્યુના કારણે આ પ્રાૈઢનું મોત થયું હતું.
જાણવા મળતી માહિતી મુજબ ડેન્ગ્યુના ભરડાએ અનેક લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે, શનિ-રવિમાં 107 ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા બાદ સોમવારે 63 પોઝીટીવ કેસ આવ્યા હતા, જ્યારે મંગળવારે એટલે કે આજે વધુ 48 દદ}આે ડેન્ગ્યુ પોઝીટીવમાં આવ્યા છે, ખાનગી હોસ્પિટલની વાત લઇએ તો ફકત મોટી ચાર હોસ્પિટલમાં 40થી વધુ દદ}આે ડેન્ગ્યુ પોઝીટીવ છે, ચારેકોર ડેન્ગ્યુનગરમાં રહેતા હોય તેવો ભાસ લોકોને થઇ રહ્યાે છે, બહારગામથી મહેમાનો પણ જામનગર આવતા ડરવા લાગ્યા છે.
મહાપાલિકા જામનગરમાં તા.14ના રોજ શહેરમાં 33 ડેન્ગ્યુ દશાર્વે છે, પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે, હજુ ગ્રામ્ય વિસ્તારના ડેન્ગ્યુના આંકડા મળતા નથી. તાવની િસ્થતિ ખુબ જ અલગ છે, જામનગર શહેરમાં 300થી વધુ દદ}આે તાવના હશે, જી.જી. હોસ્પિટલમાં 200થી વધુ દદ}આે તાવમાં સપડાયા છે, આ આંકડો વધતો જાય છે, જાણવા મળતી માહિતી મુજબ જી.જી. હોસ્પિટલના બે સિનિયર ડોકટરો પણ તાવના ભરડામાં આવ્યા છે અને આ બન્નેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, 10થી વધુ દદ}આે એમબીબીએસની પરિક્ષા ચાલુ હોય, બાટલા સાથે પરીક્ષા આપી રહ્યા છે, ડેન્ગ્યુની કેવી કરૂણતા છે તેનો ખ્યાલ આ િસ્થતિ ઉપરથી આવી જશે.
જામનગરના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ લોકોને પરેશાન કરી રહ્યાે છે, જ્યાં જુઆે ત્યાં ડેન્ગ્યુનો ડંખ વકરી રહ્યાે છે, ગામડાઆેની હાલત પણ ખરાબ છે, બિન સત્તાવાર રીતે ગામડામાં પણ 50 થી વધુ ડેન્ગ્યુના કેસ નાેંધાયા હોવાનું જાણવા મળે છે, ખાસ કરીને ડેન્ગ્યુ વધી રહ્યાે છે.

Comments

comments