જામનગરમાં ડેંગ્યુના વધુ 57 કેસઃ હોસ્પિટલો હાઉસફુલ

October 9, 2019 at 11:44 am


સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુના વધુ કેસ થવામાં જામનગર મોખરે રહ્યું છે, રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની ટીમ મોકલીને સર્વે પણ કરાયું હતું. ગઇકાલે ડેન્ગ્યુના વધુ 57 કેસ નાેંધાયા છે, અનેક મીટીગો થઇ, ઘરનો સર્વે કરાયો, ફોગીગ અને દવા વિતરણ થઇ રહ્યું છે પરંતુ ડેન્ગ્યુનો રાક્ષસ દિન પ્રતિદિન પોતાનું સામ્રાજ્ય ફેલાવામાં અગ્રેસર રહ્યાે છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે સાતના મોત થઇ ચૂક્યા છે અને એક મહિનામાં તાવને કારણે ત્રણના મોત થયા છે ત્યારે હવે તો ડેન્ગ્યુના ડંખે લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે. હજુ પણ આઠ દિવસ ડેન્ગ્યુનો કાળો કેર હાલારવાસીઆેને ભીડવશે તેવું ડોકટરોનું કહેવું છે. અત્રે એક ચાેંકાવનારી વિગત એવી બહાર આવી છે કે કોર્પોરેશનનું તંત્ર ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નીલ કેસ બતાવે છે પરંતુ માત્ર ત્રણ ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે ડેન્ગ્યુના 25 પોઝીટીવ કેસ જોવા મળ્યા છે, પરંતુ ખાનગી ડોકટરો ડેન્ગ્યુના સાચા આંકડા આપતા નથી તે પણ હકીકત છે.
જામનગર શહેરની વસ્તી સાત લાખને આંબી ગઇ છે, છેલ્લા 25 દિવસથી ડેન્ગ્યુનો અજગરી ભરડો શહેરના લોકોને હંફાવી રહ્યાે છે. ખાનગી હોસ્પિટલોમાં એટલા બધા દદ}આે હોય છે કે બેસવાની પણ જગ્યા હોતી નથી, રાત્રીના એક વાગ્યા સુધી અમુક ડોકટરો આેપીડી ચલાવે છે અને વ્હેલી સવારે સાત વાગ્યેથી ફરીથી ક્લીનીક ઉપર આવી જાય છે. જી.જી. હોસ્પિટલમાં બેડ પણ ખુટી પડéા છે, અત્યાર સુધીમાં અનેક ડોકટરોને ડેન્ગ્યુ થઇ ચૂક્યો છે, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, કલેકટર કચેરી અને અન્ય નિગમના અધિકારી-કર્મચારીઆે ડેન્ગ્યુની ચુંગાલમાં આવી ચડéા છે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઆે પણ જામનગર દોડી આવ્યા હતા તેમણે જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઆેને કડક સુચના આપીને દદ}આેને મચ્છરદાની આપવાનું સૂચન આપ્યા હતું. એક તરફ જી.જી. હોસ્પિટલમાં દદ}આે માટે પલંગ પણ નથી અને સ્ટેચર પણ નથી તો મચ્છરદાની આપવાની વાત તો બહુ દુર રહી. ગઇકાલે સાંજે જી.જી. હોસ્પિટલનું સત્તાવાર બુલેટીગ બહાર પડéું ત્યારે તેમાં ડેન્ગ્યુના 32 કેસ છે તેમ જણાવાયું પરંતુ ખાનગી હોસ્પિટલમાં 25 થી વધુ માત્ર ત્રણ હોસ્પિટલમાં જ છે, સમર્પણ હોસ્પિટલ, આેશવાળ હોસ્પિટલ, ઇન્દુમતી હોસ્પિટલ સહિતની અનેક મોટી ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુમાં 25 થી 30 દદ}આે આવે છે અને પાંચ મુખ્ય લેબોરેટરીમાં તપાસ કરતાં આ તમામ લેબોરેટરીમાં દરરોજ આવતા સેમ્પલોમાં 18 થી 20 સેમ્પલો ડેન્ગ્યુ પોઝીટીવ નીકળે છે પરંતુ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઆેને આંખે પટ્ટી બાંધી છે, તેમને સાચા આંકડા આપતા નથી કે મળતા નથી તે અંગે તપાસ કરવી જરુરી છે.

Comments

comments