જામનગરમાં ડેન્ગ્યુના વધુ 8 અને ચીકનગુનીયાના 3 કેસ નાેંધાયા

September 8, 2018 at 1:27 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં રોગચાળો વધતો રહ્યાે છે, અઠવાડીયામાં તાવ અને ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસો નાેંધાયા છે, અધૂરામાં પુરૂં ચીકનગુનીયાનું આગમન થઇ ચૂક્યું છે, ત્યારે ડેન્ગ્યુના વધુ 8 કેસ અને ચીકનગુનીયાના વધુ 3 કેસ નાેંધાયા છે, જ્યારે તાવના સંખ્ય કેસો નાેંધાતા ડોકટરમાં દોડધામ મચી ગઇ છે.

જાણવા મળતી માહિતી મુજબ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઇકાલે પણ આેપીડીમાં તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેકશનના કેસો જોવા મý્રયા હતા, આજે સવારે પણ આેપીડીમાં સંખ્યાબંધ દદ}આે લાઇનમાં જોવા મળ્યા હતા, ગઇકાલે તાવ, વાયરલ ઇન્ફેકશનના ર00 જેટલા દદ}આે અને ડેન્ગ્યુના વધુ 4 દદ}આે જોવા મળ્યા હતા, જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના ચાર દદ}આે અને ચીકનગુનીયાના ત્રણ કેસો જોવા મળ્યા દરરોજ કરતા છેલ્લા અઠવાડીયાથી ખાનગી હોસ્પિટલની આેપીડીમાં 70 ટકાનો વધારો થઇ ચૂક્યો છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં 170 થી વધુ કેસ જોવા મળ્યા છે. જામનગરની મોટા મોટી ગણાતી ખાનગી હોસ્પિટલમાં સમર્પણ, આેશવાળ, ઇન્દુ મધુ અને રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલમાં પણ તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેકશનના કેસો વધી રહ્યા છે, જિલ્લા પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ, ગામડાઆેમાં પણ સૌથી વધુ દદ}આે રોગચાળામાં ફસાયા છે, ત્યારે આગામી દિવસોમાં પણ રોગચાળો વધુ ફાટી નીકળશે તેવી ભીતિ દશાર્વવામાં આવી છે, આમ જામનગર જિલ્લામાં રોગચાળાએ અડીગો જમાવ્યો છે.

Comments

comments

VOTING POLL