જામનગરમાં ડોકટરની કાર પર ફાયરીગ

November 14, 2019 at 2:56 pm


Spread the love

જામનગરમાં બે દિવસ પહેલા ફાયરીગની ઘટના સામે આવ્યા બાદ ગત મોડી રાત્રીના અહીના આેશવાળ-3 વિસ્તારમાં ડો. રાજાણીના બંગલામાં પાર્ક કરેલી તેમની કાર પર અજાÎયા શખ્સો બે રાઉન્ડ ફાયરીગ કરીને નાશી છુટતા ભારે સનસનાટી મચી જવા પામી છે, આ અંગેની વિગતો બહાર આવતા જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, સીસી ફૂટેજ ચેક કરતા તેમાં ત્રણ શખ્સો કેદ થયાનું જાણમાં આવતા આ દિશામાં જુદી-જુદી ટુકડીઆેને દોડતી કરવામાં આવી છે, પ્રાથમિક તપાસમાં જામનગરના ભુમાફીયા જયેશ પટેલે મારા મોકલ્યાનો ધડાકો થયો છે, બીજી બાજુ ભુમાફીયા સહિતના શખ્સો સામે વિધીવત ગુન્હો નાેંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, બનાવના પગલે જામનગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ જામનગરના એરફોર્સ-2 રોડ પર આેશવાળ-3 ખાતે આવેલા પ્લોટ નં. 40માં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા ડો. પી.આર. રાજાણીના આેમવીલા ખાતેના બંગલામાં તેમની કાર નં. જીજે10બીઆર-9164 પાર્ક કરેલી હોય દરમ્યાનમાં રાત્રીના દોઢ થી બે ની વચ્ચેના સુમારે એક ફોરવ્હીલ ગાડી બંગલા પાસે ધસી આવી હતી અને તેમાં રહેલા શખ્સોએ ડોકટર રાજાણીની પાર્ક કરેલી કારની પાછળના કાંચમાં બે રાઉન્ડ ફાયરીગ કર્યા હતા.
ધડાધડ ફાયરીગ થતા ઘરના લોકો અને આજુબાજુવાળા જાગી ગયા હતા, આવેલા શખ્સો ફાયરીગ કરીને નાશી છુટયા હતા, કારનો પાછળનો કાંચનો ભુકકો બોલી ગયો હતો, આ અંગેની વિગતો સામે આવતા ડો. પરસોતમભાઇ રાજાણી દ્વારા જીલ્લા પોલીસવડાનો સંપર્ક કરાયો હતો, પોલીસમાં વિગતો જાહેર થતા આજે જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ, એલસીબી અને એસઆેજીની ટુકડી સાથે ઘટના સ્થળે પહાેંચ્યા હતા.
કારનું અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું, અહી લાગેલા સીસી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં આવેલા શખ્સો કેદ થયાનું જાણવા મળ્યું છે, બીજી બાજુ સીસીફૂટેજ ના આધારે એલસીબી સહિતની ટુકડી દ્વારા જુદી જુદી દિશામાં તપાસના ચક્રાે ગતીમાન કરવામાં આવ્યા છે.
જીલ્લા પોલીસવડા શરદ સિંઘલએ વાતચિતમાં જણાવ્યુ હતું કે આ અંગેની મેટર એવી છે કે ભગવાનજીભાઇ નામના બિલ્ડરે અગાઉ પાંચેક જેટલા પ્લોટના સોદા કર્યા હતા જેમાં ડો. પરસોતમભાઇ રાજાણીએ મધ્યસ્થી કરી હતી દરમ્યાનમાં સોદા બાબતે અને પૈસા પરત આપવા માટે આશરે પંદરેક દિવસથી નેટ કોલ અને વોટસએપ કોલથી ધમકી આપવામાં આવતી હતી, જયેશ પટેલ સહિતના સામે આમ્ર્સ એકટ સહિતની જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નાેંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સીસી ફૂટેજ માં ત્રણ શખ્સ કેદ થયા હોવાનું બહાર આવ્યું છે આ અજાÎયા શખ્સો કોણ છે એ સહિતના સવાલોના અંકોડા મેળવવા માટે જુદી જુદી ટુકડીઆેને અલગ અલગ દિશામાં કામે લગાડવામાં આવી છે, અહી કારમાં બે રાઉન્ડ ફાયરીગ થયા છે, ભુમાફીયાએ મારા મોકલીને ફાયરીગ કરાવાયાનું પ્રાથમિક તપાસમાં ખુલતા સનસનાટી મચી ગઇ છે, અત્રે ઉલ્લેખનીય છે કે ભુમાફીયા જયેશ પટેલ સામે અગાઉ જમીન કૌભાંડોની અનેક ફરીયાદો થઇ ચુકી છે, એડવોકેટની હત્યા કેસમાં સંડોવણી છે, અને તાજેતરમાં ભુમાફીયાની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરાઇ હતી.

સીસી ફૂટેજ માં હુમલાખોર કેદ થયા
આેશવાળ-3 ખાતે ડો. રાજાણીના બંગલામાં કાર પર મોડી રાત્રીના બે રાઉન્ડ ફાયરીગ કરીને કારમાં આવેલા શખ્સો અંધારામાં આેગળ જતા સનસનાટી મચી ગઇ હતી, આજે બપોરે એસપી સહિતની ટુકડીઆેએ તપાસનો ધમધમાટ આદર્યો હતો, જુદા જુદા સીસી ફૂટેજ ચેક કરતા ત્રણ હુમલાખોરો કેમેરામાં કેદ થયા છે, તેમની આેળખ મેળવવા સહિતની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહયો છે.
બે ફºટેલ કાર્ટીઝ મળ્યા
કાર પર ફાયરીગ થયાની ઘટના સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઆે તાકીદે દોડી ગયા હતા, કારની પાછળના કાંચનો ભુકકો બોલી ગયો છે અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા પ્રાથમિક તપાસમાં પોલીસને બે ફºટેલ કાર્ટીઝ હાથ લાગ્યા છે જેના પરથી કાર પર આવેલા શખ્સોએ બે રાઉન્ડ ફાયરીગ કર્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
બે દિવસમાં ફાયરીગની બીજી ઘટના
જામનગરમાં રણજીતસાગર રોડ પર સુભાષપાર્ક પાસે બે દિવસ પહેલા રાત્રીના સુમારે શ્રમિક યુવાન પર એકસઆર્મીમેને ફાયરીગ કર્યાની ઘટના તાજી છે ત્યાં ગત મોડી રાત્રીના આેશવાળ-3 વિસ્તારમાં બંગલામાં પાર્ક કરેલી કારમાં બે રાઉન્ડ ફાયરીગ થયાની ઘટના બહાર આવી છે, એટલે કે જામનગર શહેરમાં માત્ર ગણતરીની કલાકોમાં ફાયરીગની બે જુદી જુદી ઘટના પોલીસ મથકે પહાેંચતા ચકચાર વ્યાપી છે.