જામનગરમાં તાપમાન 38 ડીગ્રીઃ 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

May 22, 2018 at 1:11 pm


જામનગરમાં છેલ્લા બે અઠવાડીયાથી સૂર્યદેવતા ભારે કોપાયમાન થયા છે, એટલું જ નહી બળબળતી લૂ વચ્ચે તાપમાન 38 થી 39 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, ગઇકાલે સાંજે ભારે પવન ફºંકાયો હતો અને તેની ઝડપ 50 કિ.મી.પ્રતિકલાક જોવા મળી હતી, આજ સવારથી અસü ગરમી શરૂ થઇ છે. કલેકટર કચેરીના કન્ટ્રાેલ રૂમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 38 ડીગ્રી, આેછામાં આેછુ તાપમાન 26 ડીગ્રી, હવામાં ભેજ 81 ટકા અને પવનની ગતિ 20 થી 50 કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઆેમાં પણ ગરમીની ભારે અસર જોવા મળી હતી. એટલું જ નહી કેટલાક ગામોમાં પીવાના પાણીની તંગીને કારણે લોકો પરેશાન થતાં હતાં તેમાં વધુ પરેશાન થાય છે. ભારે ગરમીને કારણે જામનગર હટાણુ કરવા આવતાં લોકોની સંખ્યા ઘટી ગઇ છે, ખાનગી વાહનો અને એસટી બસોમાં બપોરના 12 થી 4 દરમ્યાન મુસાફરો ઘટી ગયા છે, હાલારના તાલુકા મથકો અને ગામડાઆે ધ્રાેલ, જોડિયા, કાલાવડ, ખંભાળીયા, ફલ્લા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, ભાણવડ, રાવલ, ભાટીયા, સલાયા સહિતના ગામોમાં ગરમીનો પારો યથાવત રહ્યાે હતો અને લોકો ગરમીથી કંટાળી ગયા હતાં, કેટલાક લોકો ગરમીને કારણે ઝાડા-ઉલ્ટીના શિકાર બન્éા હતાં. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે અને તાપમાન 40 ડીગ્રીને પાર કરી જશે. લોકો વધુ પરેશાન થઇ જશે, પ્રિ-મોનસુનની કામગીરીના ભાગરૂપે આજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં વિજળી રાણી ગુલ થઇ ગઇ હતી.

Comments

comments

VOTING POLL