જામનગરમાં દશ દિવસના બાળકનું ભેદી સંજોગોમાં મોત

February 5, 2018 at 2:01 pm


Spread the love

જામનગરના દશ દિવસના બાળકે નિંદ્રાહીન હાલતમાં દમ તોડતા ભારે અરેરાટી પ્રસરી છે, આ બાળકની અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં આંતરડાના આેપરેશન અંગેની સારવાર મેળવવામાં આવી હોવાનું ફરીયાદમાં નાેંધાવવામાં આવ્યું છે. જામનગરમાં રહેતા પરિવારના દશ દિવસનો માુસમ બાળક મોડી રાત્રે નિંદ્રાહીન થયો હતો, બાદમાં સવારે માતાએ જગાડતા બાળક નહી જાગતા તેને જી.જી. હોસ્પીટલ લઇ જવાઆે હતો જયા રફજ પરના તબીબે બાળકને મૃત ધોષિત કર્યો હતો, ભોગ બનનાર બાળકનું થાેડા દિવસ પુર્વે અમદાવાદમાં આંતરડાનું આેપરેશન પણ થયુ હોવાનું પોલીસે જણાવ્યુંછે.

જામનગરમાં મયુરનગર નજીક આવાસ કોલોનીમાં રહેતા રાધીકાબેન દિપકભાઇ દામાના દશ દિવસના માસુમ પુત્રને મોડી રાત્રે 3 વાગ્યાના સુમારે સુવડાવ્યા બાદ સવારે 8 વાગ્યાના સુમારે તેની માતાએ જગાડતા જાગ્યો ન હતો, આથી તેને સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો આ બનાવની દિપકભાઇ દામાએ જાણ કરતા સીટી-સી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, થાેડા દિવસો પુર્વે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં આંતરડાનું આેપરેશન પણ કરાવવામાં આવ્યુ હતુ જયારે માસુમ બાળકની આેચીતી વિદાયથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, આ સમગ્ર બનાવની તપાસ સીટી-સી ના પીએસઆઇ જી.જે. ગામીતને સાેંપવામાં આવી છે.