જામનગરમાં દારૂ પીવાના પૈસા નહી આપતા દેવીપુજક યુવકનો ગળાફાંસો

July 28, 2018 at 11:16 am


Spread the love

જામનગરની સાત રસ્તા ઝુપડપટ્ટીમાં રહેતા યુવાને દારૂ પીવા માટે પત્ની પાસે પૈસા માંગ્યા હતા દરમ્યાન પૈસા ન હોય આથી યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જામનગરના સાત રસ્તા તળાવ કાંઠે ઝુપડપટ્ટીમાં રહેતા રાહુલ ગંભીરભાઇ પરમાર (ઉ.વ.20) નામના દેવીપુજક યુવાને પોતાની પત્ની પાસે દારૂ પીવા માટે પૈસા માંગતા તેની પાસે પૈસા ન હોય દસામાના મંદિરેથી પૈસા લઇ આવવાનું કહેતા દરમ્યાનમાં રાહુલે ઝાડમાં સાડીના કટકાથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ સાત રસ્તા ઝુપડપટ્ટી ખાતે રહેતી કાંતાબેન ગંભીરભાઇ દ્વારા સીટી-એ માં કરવામાં આવતા દિ.પ્લોટ ચોકી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરમાં ઝેરી દવા પી યુવતિએ મોત મીઠુ કર્યુ

જામનગરના રામેશ્વરનગરમાં આવેલી નવજીવન સોસાયટીમાં રહેતી એક યુવતિએ ઝેરી દવા પી મોત મીઠુ કરી લીધુ છે. નવજીવન સોસાયટીમાં રહેતી દિપાલીબેન કેશવભાઇ ભટ્ટી (ઉ.વ.19) નામની યુવતિની કરોડરજજુ ભાંગી જવાના કારણે પથારીવશ હોય જેથી કંટાળી જઇને ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી જયાં તેણીનું મૃત્યુ નિપજયુ છે, બનાવની જાણ મહેશભાઇ દ્વારા પોલીસકમાં કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.