જામનગરમાં ધાબડીયા વાતાવરણ વચ્ચે તાપમાનઃ 13.9 ડીગ્રી

February 10, 2018 at 1:39 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં તાપમાન થોડુ ઉંચકાયું છે, ગઇકાલ કરતા તાપમાનમાં ત્રણેક ડીગ્રીનો વધારો થઇ ચૂકયો છે ત્યારે એરફોર્સના હવામાન ખાતાના જણાવ્યા મુજબ તાપમાન 13.9 ડીગ્રીએ પહાેંચ્યું છે. પરંતુ આજ સવારથી આકાશમાં વાદળો છવાયા હતા અને ધાબડીયુ વાતાવરણ જોવા મળ્યુ હતું, ઠંડી ગરમીની સીઝન વચ્ચે વાતાવરણમાં એકાએક બદલો આવતા લોકોને પણ આòર્ય થયુ હતું. એરફોર્સના હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 28.6 ડીગ્રી, આેછામાં આેછુ તાપમાન 13.9 ડીગ્રી, હવામાં ભેજ 97 ટકા, આેછામાં આેછો 25 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. કાલાવડ, ખંભાળીયા, ધ્રાેલ, જોડિયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ફલ્લા, રાવલ, ભાટીયા, સલાયા સહિતના ગામોમાં પણ ઠંડી ઘટી છે. આગામી દિવસોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેમ હવામાન ખાતાનું કહેવું છે, ત્યારે મોટેભાગે હોળી બાદ ઠંડીમાં ઘટાડો થાય તેવી શકયતા છે, આ વખતે એકાદ મહિનો મોડો શરૂ થયો છે ત્યારે ઠંડી પણ થોડી મોડી વિદાય લેશે તેમ જાણવા મળે છે.

Comments

comments

VOTING POLL