જામનગરમાં નવ બાઇક ચોરીના ભેદ ખુલ્યા : ટાબરીયાની અટકાયત

February 1, 2018 at 2:47 pm


જામનગર સાતનાલા રોડ પર એક બાતમીના આધારે સગીરને ઝડપી લઇ પુછપરછ કરતા નવ મોટરસાયકલ ચોરીના ભેદ ખુલ્યા છે.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ જામનગરના મિલ્કત સંબંધી તેમજ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઆે શોધી કાઢવા સૂચના આપેલ હોય તેમજ અધિક પોલીસ અધિક્ષક ઉમેશ પટેલના તથા સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એમ.એમ. રાઠોડના માર્ગદર્શન મુજબ સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના ડી.સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં અનડીટેક્ટ ગુન્હાઆે શોધી કાઢવા પેટ્રાેલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે મારૂતીનગર સાત નાલા પાસે રોડ ઉપરથી એક કાયદાથી સંઘષિર્ત કિશોરને નીચે જણાવેલ ત્રણ મોટર સાયકલ સાથે પકડી પાડી અનડીટેક ગુન્હાઆે શોધી કાઢી મુદ્દામાલ રીક્વર કરવામાં આવેલ છે તેમજ આ અંગે આગળની તપાસ ચાલુ છે.

સફેદ કલરનું એક્ટીવા મોટર સાયકલ નં. જી.જે.રપ.એફ.6616 નું કિ. રૂા. 15000 નું ગણી કબજે કરેલ છે જે એકટીવા મોટર સાયકલ તા. 26-01-18 ના રાત્રીના બારેક વાગ્યાના સમયે આવાસ પાછળ પીઠડનગર માંથી રહેણાંક મકાન પાસેથી લોક માર્યા વગરનું પડેલ હતું, ત્યાંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે, જે મોટર સાયકલ જામનગર સીટી સી ડીવી. નો ભેદ ખુલ્યો છે.

કાળા કલરનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રાે. જેના રજી. જી.જે.10.બી.એફ. 2885 નું કિં. રૂા. 20000 ગણી કબજે કરેલ છે, જે મોટર સાયકલ તા. 26-01-2018 ના બપોરના સિક્કા ગામના પંચવટી જલારામ મંદિરની પાછળ રહેણાંક મકાન પાસેથી લોક વગર પાર્ક કરેલ હોય ત્યાંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે, જે મોટર સાયકલ સિક્કા પો.સ્ટે. ગુન્હો ડિટેક્ટ કરે છે. કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ જેના રજી નં. જી.જે.10.બી.પી. 2724 નું કિં. રૂા. 20000 ગણી કબજે કરેલ છે જે મોટર સાયકલ બાવીસેક દિવસ પહેલા સાંજના આશરે પાંચેક વાગ્યાના સમયે સિક્કા ગામના શ્રીજી કોલોની માંથી લોક માર્યા વગરનું પડેલ હતું, ત્યાંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે.

Comments

comments

VOTING POLL