જામનગરમાં પટેલ વાડી વિસ્તારમાં બોમ્બના ધડાકાની જેમ બાટલો ફાટ્યો: ઘર ખંઢેરમાં ફેરવાયું

February 5, 2018 at 1:56 pm


જામનગર શહેરમાં આગની ઘટનાઆે છાશવારે બની રહી છે ત્યારે બહુ નહીવત કહેવાય તેવી ઘટના ગઇકાલે જામનગરમાં બનવા પામી હતી, જેમાં શહેરના રામેશ્વર વિસ્તારની નજીક આવેલ પટેલ વાડીમાં રહેણાંક મકાનની અંદર નાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાંધણગેસનો બાટલો ધડાકાભેર ફાટéાે હતો, જેના કારણે ઘરમાં સંપૂર્ણ સામગ્રી બળીને ખાખ થઇ ગઇ હતી, પરંતુ સમય સૂચકતા જાળવતા પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો અને ઘટનાની જાણ થતાં ફાયરની ટુકડી તાત્કાલિક પહાેંચી હતી.

જામનગરમાં પટેલ વાડી વિસ્તારમાં રહેતા નિરવ કાંતિલાલ ધોકીયાના ટેનાર્મેન્ટમાં બપોરે 1ર.40 કલાકે કોઇ અગમ્ય કારણોસર રસોડાની અંદર નાની આગ લાગી હતી અને આ આગને બુઝાવવા માટે પરિવારજનોએ પ્રાથમિક ધોરણે પાણીની નળી લઇને આગને ઠારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુમાં આવી ન હતી, જ્યારે આ આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રસોડાની અંદર રહેલ રાંધણગેસના બાટલા સુધી પહાેંચી હતી અને આગ લાગ્યાનું 1પ મીનીટ બાદ જ રાંધણગેસનો બાટલો જે રીતે બોમ્બ ફંટે તે રીતે ધડાકા સાથે ફાટéાે હતો અને બાટલાના ડૂચેડૂચા બોલી ગયા હતા, જ્યારે બાટલો ફાટવાના કારણે મકાનની અંદર રહેલ બારી-બારણાંના કાચ ઉડીને સામેના રહેણાંક મકાન તરફ પહાેંચ્યા હતા, જો કે બાટલાની ફંટવાની તીવ્રતા એટલી બધી હતી કે મકાનની અંદર રહેલ તમામ રૂમમાં ઘરવખરી સંપૂર્ણ પણે નષ્ટ થઇ હતી અને ત્યારબાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી. જો કે આગ લાગવાથી સાથે જ પરિવારજનો ઘરની બહાર નીકળી ગયા હતા, જેથી કોઇ જાનહાનિ થવા ન પામી હતી, પરંતુ બાટલો બ્લાસ્ટ થવાના કારણે ઘરની અંદર મોટી લાગ આવી હતી અને આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરની ટુકડી બે ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહાેંચી હતી અને આગને યુધ્ધના ધોરણે કાબુમાં લેવા માટેની તજવીજ હાથ ધર્યા બાદ આગ કાબુમાં આવી હતી. જો કે બાટલો બોમ્બની જેમ ફાટવાના કારણે આસપાસમાં રહેતા રહેવાસીઆેમાં પણ ભયની લાગણી ફેલાઇ હતી અને લોકો તાત્કાલિક અસરગ્રસ્ત થયેલ ઘર પાસે પહાેંચ્યા હતા, જો કે જે ઘરમાં બાટલો ફાટéાે, તેના સિવાય અન્ય એક પણ સ્થળે નુકશાની જોવા મળી ન હતી, પરંતુ બાટલો ફાટવાની ઘટના થવાના કારણે નિરવભાઇના ઘરમાં રસોડા તેમજ અન્ય રૂમની અંદર રહેલ તમામ ઘરવખરીને નુકશાન પહાેંચ્યું હતું. જો કે શહેરમાં નાની મોટી આગની ઘટનાઆે તો વારંવાર બનતી જ હોય છે, પરંતુ આ ઘટનામાં પરિવારજનો દ્વારા કઇ પ્રકારની બેદરકારી રખાઇ હશે કે જેના કારણે રાંધણગેસનો બાટલો બ્લાસ્ટ થયો અને આવડી મોટી ઘટના બનવા પામી, હાલ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અકસ્માતે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL