જામનગરમાં પાંચ પીઆઇ અને બે પીએસઆઇની કરાતી બદલી

May 23, 2018 at 11:46 am


જામનગરમાં પાંચ પીઆઇ અને બે પીએસઆઇની બદલીના આેર્ડર નીકળ્યા છે, જેમાં સીટી-એ પીઆઇ સકસેનાની એસીબીમાં અને સીટી-બી પીઆઇ જાડેજાની અમદાવાદ બદલી કરાઇ છે જયારે સીટી-સી પીઆઇ તરીકે માર્કન્ડેને મુકાયા છે. જામનગર સીટી-એ ડીવીઝનના પીઆઇ કે.આર. સકસેનાની તાજેતરમાં એસીબીમાં બદલી થઇ હતી દરમ્યાનમાં સીટી-બી ડીવીઝનના પીઆઇ આર.જી. જાડેજાની બદલી અમદાવાદ શહેર ખાતે કરાઇ છે, જયારે જામનગર એલઆઇબીના પીઆઇ કે.પી. જોશીને સીટી-બી માં મુકવામાં આવ્યા છે, ગ્રામ્ય સીપીઆઇ યુ.સી. માર્કન્ડેને સીટી-સી માં અને લીવ રીઝર્વમાં રહેલા પીઆઇ એમ.એમ. રાઠોડને સીટી-એ માં મુકવામાં આવ્યા છે, કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ પી.એસ. કોરીગાને જામનગર એલઆઇબીમાં અને એલઆઇબીના પીએસઆઇ ડી.પી. ચુડાસમાને કાલાવડ ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે. પાંચ પીઆઇ અને બે પીએસઆઇની બદલીના આેર્ડર જાહેર હીત-વહિવટી હિત ખાતર જિલ્લા પોલીસવડા પ્રદિપ શેજુળ દ્વારા કરવામાં આવ્યા છે. એલઆઇબીના પીઆઇ જોશીની બદલી થતા તેના હસ્તકનો હવાલો પીઆઇ કે.કે.બુવળ એરપોર્ટ સિકયોરીટીને વધારાના હવાલા તરીકે સંભાળવાનો રહેશે જયારે ગ્રામ્ય સીપીઆઇની બદલી થતા તેમનો હવાલો પીઆઇ પાંડોરને સાેંપવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL