જામનગરમાં પાકંગ મુદે શહેર કાેંગ્રેસની જલદ આંદોલનની ચિમકી

May 11, 2018 at 12:49 pm


જામનગરના વાહનોની સંખ્યા ખુબ વધી હોવા છતાં કયાંય પાર્કિંગ કરવા માટે પાર્કિંગ ઝોન નથી જેના લીધે રોજના હજારો લોકો તંત્રના વાંકે દંડાય છે, જયારે ભાજપ દ્વારા 2017ની ચૂંટણીમાં મોટા મોટા વચનો આપવામંા આવેલ હતા કે અમારી સરકાર આવશે તો અમે પાર્કિંગ ઝોનની વ્યવસ્થા કરશું જામનગર વાસી માટે, પણ આ માત્ર ઠાલા વચનો સાબિત થયા છે કેમકે ચુંટણી ગયા ને 6 મહિના જેવો સમય થયો છતાં પાર્કિંગ ઝોન બનાવવાના નામે મીડુ છે પણ જો જામનગરવાસી માટે જો પાર્કિંગ ઝોનની વ્યવસ્થા વહેલી કરવામાં નહી આવે તો કાેંગે્રસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેમ શહેર કાેંગ્રેસ પ્રમુખ ગીરીશભાઇ અમેથીયાની યાદીમાં જણાવાયું છે.

Comments

comments