જામનગરમાં ફલેટમાં ધમધમતો ક્રિકેટનો ડબ્બો ઝડપાયો

February 5, 2018 at 2:00 pm


Spread the love

ડબ્બા પર એલસીબીએ દરોડો પાડીને મેચના લાઇવ પ્રસારણ ઉપર સટ્ટાે રમતા બે ભાઇ સહીત ચાર શખ્સોને દબોચી લઇને રૂા. 40 હજારની રોકડ ઉપરાંત 25 મોબાઇલ, એક એલસીડી, એક ટીવી, ત્રણ લેપટોપ સહિત રૂા. 1.52 લાખનો મુદામાલ કબજે કર્યો હતો, જયારે પોલીસ પુછપરછમાં મસમોટા સટ્ટા નેટવર્કનો પદાર્ફાશ થયો છે જેમાં બુકીઆે ઉપરાંત ગ્રાહકો મળીને 31 શખ્સોની સંડોવણી બહાર આવી છે.

જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને શહેરના ખોજાનાકા રોડ પર નાગરપરા વિસ્તારના લક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા ફલેટ નં. સી-1માં રહેતા રાજેશ બચુભાઇ હરવરા અને તેનો ભાઇ અશોક બચુભાઇ બંને ભાઇઆે ફલેટ અંદર આેસ્ટ્રેલીયામાં ચાલતી બીગ બેસ ટુનાર્મેન્ટની મેચો ટીવી ઉપર નિહાળીને મોબાઇલ ફોનથી અલગ અલગ ગ્રાહકો સાથે રનફેર, બેટીગ, સેશન અને હારજીતના પરિણામ અંગે સટ્ટાે ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ રહેણાંક ફલેટમાં દરોડો પાડી રાજેશ બચુભાઇ અને અશોક બચુભાઇ ઉપરાંત અક્ષય અશોકભાઇ ભાનુશાળી તેમજ મિલન હરીશભાઇ નંદાને qક્રકેટનો સટ્ટાે રમાડતા રંગેહાથ પકડી પાડયા હતા, પોલીસે તેઆેના કબ્જામાંથી રૂા. 40 હજારની રોકડ રકમ, 25 મોબાઇલ ફોન, એક એલસીડી, એક ટેલીવિઝન, 3 લેપટોપ ઉપરાંત સેટઅપ બોકસ અને ડબ્બાનું સાહિત્ય મળીને કુલ 1.52.000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપીની કરેલી પુછપરછમાં ડબ્બામાં સોદા કરતા 15 બુકી સહીત 31 શખ્સોના નામ ખુલ્યા હતા જેમાં બુકી વાપીના જીગર, રાજકોટના અલીભાઇ, રાહુલ, પ્રિન્સ, હર્ષ, ગોલ્ડ, એસ.એમ., નવાબ, મોર્ડન ઉર્ફે મુકેશ, અમદાવાદના ગોપાલભા રાજા ઉપરાંત ડીસાના ભવાની તેમજ સુરતના મનુભાઇ, બી.કે, કે.કે. ઉપરાંત ગ્રાહકો ભરત કાપડવાળો, નિકુંજ, રાજુ-જુનાગઢ, નિલેશ ચાંદ્રા, સંજય-જુનાગઢ, જીતુ મંગી, કરાચી જગો શંકર ટેકરી, નં. 53, દીપુ, સરપંચ, રાજ, 60-જુનાગઢ, ડી.કે. િધ્પક ફલીયા, બેંક, રોહીત હરવરા, વનરાજ અને રાજ ઉર્ફે રાજો કરાચી હસ્તક જામનગરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી એલસીબીના પી.આઇ આર.એ.ડોડીયાની સુચનાથી, પીએસઆઇ લગારીયા, વાગડીયા, સ્ટાફના રામભાઇ, જયુભા, વશરામભાઇ, બશીરભાઇ, હરપાલસિંહ, હરેન્દ્રસિંહ, ભગીરથસિંહ, કરણસિંહ, નાનજીભાઇ, સુરેશભાઇ, ગજેન્દ્રસિંહ, ભરતભાઇ, શરદભાઇ, હરદીપભાઇ, કમલેશભાઇ, લખમણભાઇ, મીતેશભાઇ, નિર્મળસિંહ, એ.બી. જાડેજા, દિનેશભાઇ, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.