જામનગરમાં બર્ધનચોક કિલન, મેગા આેપરેશન શરૂ: રેંકડી, પથારા હટાવાયા

December 4, 2018 at 2:04 pm


જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી હાઇકોર્ટના હુકમ બાદ નો-હોકીગ ઝોનનો અમલ કરાવવા કોર્પોરેશન અને પોલીસનો સ્ટાફ સતત મહેનત કરી રહયો છે ત્યારે થાેડા દિવસ પહેલા મેયરે પણ એસપીને પત્ર લખીને આ દબાણો હટાવવા જણાવ્યુ હતું, આજે ફરીથી કોર્પોરેશનના એસ્ટેટના અધિકારીઆે અને પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને અસંખ્ય રેંકડીઆે અને પથારાવાળાઆેને ત્યાંથી હટાવ્યા હતા.

આજે મ્યુ. કમિશ્નર આર.બી. બારડની સુચનાથી એસ્ટેટના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી, પીઆઇ કે.કે. બુવળ, પીએસઆઇ ગામીત સહિતનો કાફલો બર્ધનચોક ચાંદીબજાર દોડી ગયો હતો અને બપોરના 12 વાગ્યાથી આેપરેશન બર્ધનચોક કિલન શરૂ કર્યુ હતું, થાેડો સમય ભારે અફડાતફડીનો માહોલ સજાર્યો હતો પરંતુ પોલીસ અને એસ્ટેટ શાખાના અધિકારીઆેએ કોઇપણ જાતની મચક આપી ન હતી અને મેગા આેપરેશન ચાલુ રાખ્યુ હતું. ઘણા વર્ષોથી બર્ધનચોક વિસ્તારને કોર્ટ દ્વારા નો-હોકિંગ ઝોન જાહેર કરાયો છે પરંતુ આ કોર્ટના આદેશનો અમલ કરવામાં આવતો નથી, એકાદ બે દિવસ આ પ્રકારના મેગા આેપરેશન ચાલે છે અને ફરીથી રેંકડી, પથારાવાળા ત્યાં ગોઠવાઇ જાય છે, એવી ચાેંકાવનારી વિગત તો એ છે કે કેટલાક દુકાનદારો પણ રેંકડી અને પથારાવાળાઆેને ઉભા રહેવા માટે રીતસરનું ભાડુ ઉઘરાવે છે એ શરમજનક છે.

અવાર નવાર ગરીબ લોકોને પણ પરેશાન કરવામાં આવે છે તેવી પણ લાગણી ઉઠી છે, આ લોકોને કાયમી જગ્યા અપાય તે માટે પણ માંગણી કરવામાં આવી છે, જો કે છેલ્લા કેટલાય સમયથી અહી રેંકડી, પથારાવાળા આ જગ્યાએ ઉભા રહે છે તેથી ટ્રાફિકની કાયમી સમસ્યા થાય છે, ભુતકાળમાં એ વખતના મ્યુ. કમિશ્નર અશ્વિનીકુમારે આ વિસ્તારમાંથી એસટીની અને સીટી બસ પસાર થાય તે માટેની વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ ત્યારબાદ કયારેક કયારેક માંડ અમલ થાય છે, મેયર હસમુખ જેઠવાએ બેથી ત્રણ વખત જીલ્લા પોલીસવડા શરદ સિંઘલને પત્ર લખીને આ વિસ્તારમાં લોકો સરળતાથી ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું તેનો આજે ફરીથી અમલ થઇ રહયો છે આમ ફરીથી મેગા આેપરેશન શરૂ થયું છે, સાંજ સુધી આ આેપરેશન ચાલશે. સવારથી જ પોલીસનો કાફલો તેમજ મહાપાલીકાના અધિકારીઆે દબાણ હટાવવાના મુડમાં હોય, કેટલાક રેંકડી પથારાવાળાઆે ફટાફટ ભાગી ગયા હતા અને કેટલાકનો માલસામાન કબ્જે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

Comments

comments

VOTING POLL