જામનગરમાં મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણીઃ વિશાળ રેલી નીકળી

May 10, 2019 at 10:29 am


શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ નિમિત્તે ગઇકાલે જામનગરમાં રાજપૂત કરણી સમાજ સેના દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં હતી, 479 મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ રાજપૂત સંગઠ્ઠનો અને આગેવાનો તેમજ યુવાનો આ રેલીમાં જોડાયા હતા, બુકબ્રાેન્ડના મેદાનથી આ ભવ્ય રેલી નીકળી હતી, જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને રાજપૂત સમાજ ખાતે પહાેંચી હતી.

શહેરમાં ગઇકાલે નીકળેલી આ રેલીમાં 10 ઘોડા, બાઇક અને કાર સાથે યુવાનો જોડાયા હતા, આ રેલી બુકબ્રાેન્ડથી નીકળી ડીકેવી સર્કલ, અંબર ટોકીઝ રોડ, તીનબત્તી, બેડીગેઇટ, ટાઉનહોલ થઇને રાજપૂત સમાજે પહાેંચી હતી, આ રેલીમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, રાજપૂત કરણી સેનાના પ્રમુખ દોલતસિંહજી જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, કરણી સેનાના પ્રભારી કાંતુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા, ભાજપના મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલા, રૂષિરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઆે હાજર રહ્યા હતા.

દર વર્ષે કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઆે જોડાયા હતા.

Comments

comments