જામનગરમાં મેઘરાજાના રૂષણાઃ ઝરમર-ઝરમરથી કાદવ-કીચડ

July 21, 2018 at 11:45 am


જામનગર શહેરમાં ગઇકાલે સાંજે અને આજે વહેલી સવારે ઝરમર-ઝરમર વરસાદ આવ્યો હતો અને આ વરસાદને કારણે રાજમાગોર્ ઉપર કાદવ-કીચડ થઇ ગયો હતો અને હવે રોગચાળાનો પ્રારંભ થયો છે, ગામડાઆેમાં ઝરમર-ઝરમર વરસાદના વાવડ છે ત્યારે આગામી 48 કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 31.1 ડીગ્રી, આેછામાં આેછુ તાપમાન 26.2 ડીગ્રી, હવામાં ભેજ 93 ટકા અને પવનની ગતિ 10 થી 20 કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. જામનગરમાં ઝરમર-ઝરમર વરસાદને કારણે રોગચાળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું, જો કે બે-ત્રણ દિવસ સુધી વરાપ રહ્યા બાદ આજે ફરીથી ધાબડીયું વાતાવરણ જોવા મળે છે.

Comments

comments