જામનગરમાં લગ્નનાં ફૂલેકાથી ત્રણ કલાક સુધી ચકકાજામ

February 6, 2018 at 12:16 pm


જામનગર શહેરના સતત ધમધમતા લાલબંગલા સર્કલથી લીમડાલેન તરફના રોડ પર ગઇકાલે મોડી સાંજે લગ્નનું ફºલેકુ નીકળ્યુ હતું જેમાં અંદાજે 1500 જેટલા લોકો અને ખાસ બેન્ડવાજાવાળા અંદાજે 150 સહિતનો કાફલો નીકળ્યો હતો જેના કારણે કલાકો સુધી માર્ગો બ્લોક થતા ભારે અફડાતફડી મચી હતી, દરમ્યાનમાં જીલ્લા પોલીસવડા પ્રદિપ શેજુળ દોડી આવ્યા હતા અને એસપીને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી, કડક આદેશના અંતે ફºલેકુ સમેટી લેવામાં આવ્યુ હતું. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ગઇકાલે મોડી સાંજે ટ્રાફિકથી ધમધમતા લાલબંગલા સર્કલથી લીમડાલેન તરફના માર્ગ પર એક લગ્નનું ફºલેકુ નીકળ્યુ હતું જેમાં અંદાજે 1500 લોકો અને ખાસ નાસિકથી બેન્ડવાજાની 150 જેટલા લોકોની ટીમને બોલાવવામાં આવી હતી, તાલમાલના તાસીરા સાથેના નીકળેલા ફºલેકામાં ઢોલ, જાલરનાદ સાથે આ ફºલેકુ નીકળતા ભારે ચકકાજામ થતા અફડાતફડીનો માહોલ સજાર્યો હતો, શહેરીજનો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા, ફºલેકાના કારણે ટ્રાફિકજામ થતા કલાકો સુધી જાણે આ વિસ્તારને બાનમાં લીધો હોય એવી પરિિસ્થતીનું નિમાર્ણ થયુ હતું, કેટલાક વાહનચાલકોએ ફºલેકુ નીકળી જશે એવી આશા સાથે થાેડી મિનીટો રાહ જોઇ હતી જો કે રસાલો એવી રીતે રંગતમાં હતો કે કલાકો વિતી જવા છતા ટ્રાફિક જામ આેછો થયો ન હતો દરમ્યાનમાં જીલ્લા પોલીસવડા પ્રદિપ શેજુળ દોડી આવ્યા હતા અને તાકીદે ટ્રાફિક રાબેતા મુજબ કરવાના કડક આદેશ આપ્યા હતા. પોલીસની અન્ય ટુકડીઆે પણ દોડી આવી ટ્રાફિક પુર્વવત કરવા કામે લાગી હતી આશરે અઢીથી ત્રણ કલાક સુધી આ માર્ગ પર ફºલેકાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને કઇ તરફ જવું એ માટે વાહનચાલકોને અહીથી નીકળવું મુશ્કેલ બન્યુ હતું, દરમ્éાનમાં પોલીસે હસ્તક્ષેપ કરીને ટ્રાફિક કાર્યરત કરવામાં આવ્યો હતો, કાયદાનું ભાન કરાવી અને કલાકોના અંતે ફºલેકુ સમેટાયુ હતું અને વાહનચાલકો સહિતનાઆેએ એક પ્રકારનો હાંશકારો અનુભવ્યો હતો.

Comments

comments